- શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીએ મોતની છલાંગ લગાવી
- પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ: વૃદ્ધ છેલ્લા ત્રણેક દિવસથી શારદાબેન હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હોવાથી સારવાર હેઠળ હતા અને હોસ્પિટલનો માહોલ જોઈને તેમને મનમાં લાગી આવ્યું હતું. એટલું જ નહીં બે દિવસ અગાઉ એક કોરોના દર્દીનું મોત થતાં પોતે પણ તણાવમાં આવી ગયા હતા. મૃતક રસિકભાઈ ઠાકોર ઘોડાસરના રહેવાસી હતા અને થોડા દિવસ અગાઉ સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા ત્યારે ત્યાં હાજર હોસ્પિટલના સ્ટાફની નજર ચૂકવીને વૃદ્ધે આત્મહત્યા કરી હતી. ત્યારે બીજી તરફ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરી છે. ત્યારે આગામી સમયમાં પોલીસ દ્વારા તપાસ કરતા સત્ય સામે આવશે.
આ પણ વાંચો:ડાંગમાં કોરોનાં પોઝિટિવ દર્દીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા