- કર્મચારીએ ઝોનલ ઓફિસમાં ઝેરી દવા પીધી
- પડતર પ્રશ્નોની નિકાલ નહીં થતા પીધી દવા
- અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા ભર્યું પગલું
અમદાવાદઃ શહેરમાં સફાઈ કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નોને લઇને કર્મચારીઓ દ્વારા વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય કે યોગ્ય જવાબ નહીં અપાતા બુધવારના રોજ સફાઇ કર્મચારીના અગ્રણી ગુણવંત ખત્રીએ ઝોનલ ઓફિસે ઝેરી દવા પી લેતા તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.