વેજલપુર વિસ્તારમાં આવેલા વેજલપુર પોલીસ ચોકી પાછળ કચરાના ડબ્બામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. કચરાના ડબ્બામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે ફરિયાદી મહિલા ઝીનલબેનના જણાવ્યાં મુજબ તેઓને ટેડી જેવું લાગ્યું હતું. પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો કે, આ કોઈ બાળકનો મૃતદેહ છે. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી.
વેજલપુરના કચરાપેટીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો - વેજલુપર પોલીસ ચોકી
અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં આવેલા વેજલપુર પોલીસ ચોકી પાછળ કચરાના ડબ્બામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. નવજાત બાળકીને ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી કચરાના ડબ્બામાં ફેંકી દેવામાં આવી હતી. આ મામલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.
ગોકુલધામ સોસાયટીમાં રહેતા ઝીનલ પરમાર નામની યુવતી સવારે કચરો નાખવા આવ્યા હતાં, ત્યારે તેઓએ AMCના કચરાના ડબ્બામાં એક બાળકનો મૃતદેહ જોયો હતો. જેથી તેઓએ તાત્ત્કાલિક વેજલુપર પોલીસ ચોકીમાં હાજર પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસ ત્યાં પહોંચી તપાસ શરુ કરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે મોકલી આપ્યો હતો.
નોંધનીય છે કે, હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસે CCTVફુટેજ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે, આ મૃતદેહ પોલીસ ચોકીની પાછળ આવેલા કચરાના ડબ્બામાંથી મળી આવ્યો હતો. એક મહિલાએ આ અંગેની જાણ કરતા આગળની કાર્યવાહી કરવામાં આવી છે.