અમદાવાદ: વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનના પી.આઈ ધર્મેન્દ્ર ગોહિલ, પી.એસ.આઇ દશરથ રબારી, સહિત છ પોલીસકર્મીઓ સામે આધેડ વયના યુવાનને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારવાના કેસમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૂળ તેલંગાણાના વતની અને અમદાવાદમાં રહેતા 62 વર્ષીય બાબુ શેખ ચાદર વેચવાનું કામ કરતા અને વડોદરામાં ચાદર વેચવા દરમિયાન એક ઘરમાં ચોરીની ઘટનામાં આરોપી માની પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
વડોદરા કસ્ટડીયલ ડેથ કેસમાં સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો - ગુજરાત હાઈકોર્ટ
વર્ષ 2019 વડોદરા કસ્ટોડિયલ ડેથ કેસ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સંડોવાયેલા તમામ છ પોલીસ કર્મચારીઓ સામે આરોપીની હત્યાનો દાખલ કરવામાં આવ્યો છે.
વડોદરા કસ્ટડીયલ ડેથ કેસમાં સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો
ડિસેમ્બર 2019 બાદ બાબુભાઈ ગુમ થઈ જતાં પુત્ર દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ દાખલ કરાઈ હતી. ફતેહગંજ પોલીસ દ્વારા ગુનો કબૂલ કરાવવા માટે કસ્ટડીમાં બાબુભાઇ શેખને ઢોર માર મારવામાં આવતાં તેમનું મોત નીપજ્યું હતું. જયાર બાદ સંડોવાયેલા પોલીસકર્મીઓએ તેમની લાશને સગેવગે કરી દીધી હતી.