ગુજરાત

gujarat

ETV Bharat / city

COVIDના દર્દીને પડતી હાલાકીને શર્મસાર કરતો કિસ્સો - કોરોના હોસ્પિટલ્સ

સરકારી હોસ્પિટલની બેદરકારીના કિસ્સાની રોજે રોજ બહાર આવી રહ્યાં છે ત્યારે આજે એસવીપી હોસ્પિટલમાંથી પણ એક કિસ્સો સામે આવ્યો છે. જેનાથી સરકાર અને આરોગ્ય વિભાગના આયોજનની પોલ ખુલી છે. SVP દર્દીને દાખલ થવા માટે લેટર હોવા છતાં રઝળવું પડે છે. હોસ્પિટલનો લેટર હોવા છતાં પ્રાઇવેટ હોસ્પિટલ દાખલ ન કરતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.

COVIDના દર્દીને પડતી હાલાકીને શર્મસાર કરતો કિસ્સો
COVIDના દર્દીને પડતી હાલાકીને શર્મસાર કરતો કિસ્સો

By

Published : Jun 3, 2020, 9:51 PM IST

અમદાવાદઃ આ કિસ્સાથી સ્પષ્ટ થાય છે કે SVP હોસ્પિટલ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલો સાથે કોઇ સંકલન નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે તેમ જ તેના રેટ પણ નક્કી કરવામાં આવ્યાં છે તેમ છતાં સંકલન વિના જ ગમે તે પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સ્ફર કરાય છે.

COVIDના દર્દીને પડતી હાલાકીને શર્મસાર કરતો કિસ્સો
મિતેષ પરમારનો ગંભીર આરોપ છે કે SVP માથી રિફર કરવા છતાં પણ બોડીલાઇન હોસ્પિટલના લોકો કેટલાક રિપોર્ટના બહાને રુપિયા ભરાવે છે. હું મારી માતા સાથે ગઈકાલે એસવીપી હોસ્પિટલમાં ગયો હતો પરંતુ ત્યાંથી હોસ્પિટલમાં મારી માતાને દાખલ કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. એક લેટર લખવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં તમારા માતાની સારવાર થશે જ્યારે અમે ગ્લોબલ હોસ્પિટલ પહોંચ્યાં ત્યારે ત્યાંથી સ્પષ્ટ ના પાડવામાં આવી પછી ફરી વખત મારી માતા સાથે એસવીપી હોસ્પીટલમાં ગયો. ત્યાંથી અમને કીધું કે તમે બોડીલાઈન હોસ્પિટલમાં જાઓ જે પાલડી ખાતે આવેલી છે અમે ફરી વખત ત્યાં ગયાં અને ત્યાં અમારી પાસેથી પૈસા માંગવામાં આવ્યાં. સરકાર દ્વારા આ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે તો કેમ પૈસા માંગવામાં આવે છે. હું મારી માતા સાથે 108માં ચારથી પાંચ કલાક સુધી ફર્યો હતો તેમ છતાં તેમણે મારી માતાને એડમીટ કરી નહીં.
COVIDના દર્દીને પડતી હાલાકીને શર્મસાર કરતો કિસ્સો
આ અંગે સ્પષ્ટતા કરતા ડેપ્યુટી મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે બોડીલાઈન હોસ્પિટલને નોટિસ મોકલવામાં આવી છે અને હાલ દર્દીને હોસ્પીટલમાં એડમીટ કરી દેવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details