ગુજરાત

gujarat

ETV Bharat / city

ફતેહવાડીમાંથી વિદેશી નાગરિકોને છેતરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદના સરખેજ ફતેહવાડી વિસ્તાર માંથી પોલીસે વિદેશી નાગરિકોને છેતરતું એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.લોનના નામે વિદેશી નાગરિકોને છેતરતા ચારેય શખ્સોને સરખેજ પોલીસે ધરપકડ કરી છે. ક્યારેય ભાડે લીધેલા મકાનમાં તો ક્યારેક , કારમાં બેઠા બેઠા ત્રણ મહીના થી આ કોલસેન્ટર ચાલતું હતું.

xx
ફતેહવાડીમાંથી વિદેશી નાગરિકોને છેતરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

By

Published : Jun 5, 2021, 10:26 AM IST

  • અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું
  • 4 વ્યક્તિઓની કરવામાં આવી ધરપકડ
  • વિદેશી નાગરિકોને છેતરતા હતા

અમદાવાદ: સરખેજ પોલીસ સ્ટેશને 1 ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડ્યું છે. કોલ સેન્ટર ચલાવતા 4 વ્યક્તિઓ ત્રણેક માસથી ગેરકાયદેસર કોલ સેન્ટરનો વેપલો ચલાવતા અને અમેરિકન નાગરિકો પાસેથી રૂપિયા પડાવતા હતા. વિદેશી નાગરિકોને ગિફ્ટ વાઉચર આપવાની લાલચે બેંક ડિટેઇલ મેળવી લેતા અને બાદમાં હવાલા મારફતે રૂપિયા કમાતા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.


અલગ-અલગ જગ્યાએ કોલ સેન્ટર ચલાવતા હતા

સરખેજ પોલીસે પકડેલા આરોપી સહદ ધોબી, મોઈનબેગ મિર્ઝા, નાસીર હુસેન પઠાણ અને અરફાત શેખ નામના આ ચારેય શખ્સો છેલ્લાં 3 મહિનાથી ગેરકાયદેસર કોલ સેન્ટરનો વેપલો ચલાવતા હતા. આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી ફતેહવાડીમાં આવેલા તયૈબા રેસીડેન્સીના છઠ્ઠા માટે પેન્ટ હાઉસમાં ભેગા મળી ને તો ક્યારેક ચાલુ કારમાં કોલ સેન્ટર ચલાવતા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું

એપ્લીકેશથી ચલાવતા હતા કોલ સેન્ટર

તેઓ textnow નામની એપ્લિકેશનમાં વિદેશી નાગરિકોને મેસેજ કે કોલ કરતા અને ખોટા નામ ધારણ કરીને તેઓને વિશ્વાસ માં લઈ ડેટા મેળવતા, બાદમાં તેઓ ને ઈમેઇલ પર મેસેજ મોકલી પોતાનો મોબાઇલ નંબર મોકલી આપતા હતા. આમ લોન મેળવવા માટે કહીને સામે વાળી વ્યક્તિની બેંક ની વિગતો મેળવી લેતા હતા. તેમના ખાતામાં ડુપ્લીકેટ ચેક જમા કરાવી વોલ માર્ટ કે ગૂગલ પે ગિફ્ટ કાર્ડ દ્વારા 25 થી 200 ડોલર ના ગિફ્ટ વાઉચર લઈને તેનો નંબર મેળવી છેતરપિંડી કરતા હતા.

પોલીસ એક્શનમાં

એક સમય હતો જ્યારે અમદાવાદ શહેરમાં કોલ સેન્ટરો બિલાડીના ટોપની જેમ ફાટી નીકળ્યા હતા પરંતુ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની લાલ આંખ થતા પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું હતું. શહેરની અંદર ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ હાથ ધરવામાં આવી હતી હતી. અને એક પછી એક તમામ કોલસેન્ટરો બંધ કરવામાં આવ્યા હતા. હાલ નાના મોટા તમામ કોલ સેન્ટર ચાલકોની ધરપકડનો દોર યથાવત છે.

આ પણ વાંચો : અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું

ABOUT THE AUTHOR

...view details