ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમેરિકન નાગરિકોને છેતરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે બોગસ કોલ સેન્ટરનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આરોપીઓ બેંક લોન લેનારા અમેરિકી નાગરિકોને ઈ-મેલ દ્વારા યેનકેન પ્રકારે દબાણ કરી રૂપિયા પડાવતા હતા. ત્યારે આ કૌભાંડની જાણ પોલીસને થતા પોલીસે મુદ્દામાલ સહિત ફેક કોલ સેન્ટર ચલાવતા આરોપીઓને ઝડપી પાડયા છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Aug 10, 2021, 10:43 PM IST

  • અમેરિકન નાગરિકોને લોનના બહાને છેતરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું
  • લોન લેનાર અમેરિકન લોકોને ધમકીઓ આપી પૈસા પડાવતા હતા
  • અમેરિકન ડોલર પેટે ચલણી નાણા મેળવવા માટે MONEY PACK કાર્ડનો ઉપયોગ

અમદાવાદ:રખિયાલ પોલીસના સકંજામાં દેખાતા આ બંને ભેજાબાજ આરોપીઓ અમેરિકાના નાગરિકો પાસેથી પૈસા પડાવતા હતા. ઓનલાઇન ઈ-મેલ કરીને બેન્કમાંથી લોન લેનારા અમેરિકન લોકોને રૂપિયા નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમારા ચેક પણ બાઉન્સ થઈ જશે તેવી ધમકીઓ આપી પોતાની વાતોમાં ભરમાવી રૂપિયા પડાવતા હતા.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમેરિકન નાગરિકોને છેતરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

આ પણ વાંચો- ફતેહવાડીમાંથી વિદેશી નાગરિકોને છેતરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

અન્ય બે આરોપી વોન્ટેડ જાહેર કરાયા

અમેરિકન ડોલર પેટે ચલણી નાણા મેળવવા માટે MONEY PACK કાર્ડનો ઉપયોગ કરાવી રૂપિયા મેળવતા હતા. આ ભેજાબાજ ટોળકીની કરતુતો રખિયાલ પોલીસના ધ્યાને આવતા પોલીસે રેડ કરી બે આરોપીઓને મોબાઈલ, લેપટોપ, રાઉટર અને રૂપિયા ગણવાના મશીન સાથે ઝડપી પાડયા છે. જ્યારે રખિયાલ પોલીસે ઝડપેલા બન્ને આરોપીઓના નામ સુરેશ ઠાકોર અને નરેન્દ્ર કોરડીયા હોવાનું બહાર આવ્યું છે. આ બંને આરોપીઓ છેલ્લા છ મહિનાથી રખિયાલ વિસ્તારના રાજીવ નગરમાં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર કોલ સેન્ટરનું કૌભાંડ ચલાવતા હતા. આરોપીઓ પાસેથી પકડાયેલા મુદ્દામાલમાં લેપટોપની સાથે અમેરિકન નાગરિકોને લૂંટીને આ ટોળકી બેફામ કાળુ ધન ભેગું કરી રહી હતી. હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ બતાવી તેની સાથે સંડોવાયેલા બીજા સાગરીતોને પકડવા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details