ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરની 7 માસની બાળકીએ કોરોના સંક્રમણ અને ગંભીર સર્જરીનો સામનો કરીને મોત સામેનો જંગ જીત્યો - Corona News in Ahmedabad

ભાવનગરમાં રહેતા દિનેશભાઇ અને પિન્કીબહેન રાજપૂતની 7 મહિનાની દિકરી અનન્યાને કુદરતી હાજતે જવામાં તકલીફ પડી રહી હતી. અંદરના દબાણથી પેટ પણ ફૂલી જવાની (એબ્ડોમિનલ ડિસ્ટેન્શન)ની અને ભારે તાવની પણ સમસ્યા હતી. વધુમાં 4-5 દિવસથી ઊલટીઓ પણ થતી હતી. અનન્યાની તકલીફોની ગંભીરતાને ધ્યાનમાં લઇને ભાવનગરના તબીબોએ અનન્યાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવા જણાવ્યું હતું.

Ahmedabad Civil News
Ahmedabad Civil News

By

Published : May 20, 2021, 9:15 PM IST

  • અનન્યાને કુદરતી હાજતે જવામાં તકલીફ પડી રહી હતી
  • તાવની અને 4-5 દિવસથી ઊલટીઓ પણ થતી હતી
  • બાળકી ઉપર ઇમરજન્સી સર્જરી કરાઈ

અમદાવાદ : ભાવનગરમાં રહેતા દિનેશભાઇ અને પિન્કીબહેન રાજપૂતની સાત મહિનાની દિકરી અનન્યાને કુદરતી હાજતે જવામાં તકલીફ પડી રહી હતી. અંદરના દબાણથી પેટ પણ ફૂલી જવાની (એબ્ડોમિનલ ડિસ્ટેન્શન)ની અને ભારે તાવની પણ સમસ્યા હતી. વધુમાં 4-5 દિવસથી ઊલટીઓ પણ થતી હતી. અનન્યાની તકલીફોની ગંભીરતાને ધ્યાનમાં લઇને ભાવનગરના તબીબોએ અનન્યાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવા જણાવ્યું હતું.

7 માસની બાળકી

આ પણ વાંચો : રાજકોટ કોવિડ હોસ્પિટલમાં મોત બાદ દર્દીઓના સ્વજનો થયા ગુમ

પેટની સમસ્યા સાથે કોરોના પોઝિટિવ પણ આવ્યો

અમદાવાદ સિવિલમાં બાળકીને બાળ ચિકીત્સા શસ્ત્રક્રિયા વિભાગમાં દાખલ કરાઈ હતી. અહીં સૌથી પહેલા તેને સ્ટેબિલાઇઝ કરાઈ અને સાથોસાથ તેના વિવિધ ટેસ્ટ્સ હાથ ધરાયા હતા. અનન્યાનું હિમોગ્લોબિન નીચું હતું. રિપોર્ટમાં નાના આંતરડાનો ભાગ મોટા આંતરાડામા ધૂસી જવાની સ્થિતિ આવી હતી. જેના કારણે તેને પેટ ફૂલી જાય અને ઉલટીઓ થવા લાગી હતી. અધૂરામાં પૂરું બાળકીનો કોવિડ- 19નો RT- PCR ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો. 28 એપ્રિલના દિવસે બાળકી ઉપર ઇમરજન્સી સર્જરી કરાઈ હતી. ઓપરેશન દરમિયાન જણાયું કે, બાળકીના નાના આંતરડાથી મોટા આંતરડા વચ્ચેનો લગભગ 15 સેન્ટિમીટર જેવડો હિસ્સો સડાગ્રસ્ત થઈ ગયો હતો. શરીરમાંથી નકામા ખોરાકને બહાર કાઢનારી એક ટ્યૂબ એટલે કે Bowel ઉપર પણ સોજા હતાં. આંતરડાનો સડાવાળો ભાગ કાઢી નખાયો હતો.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 17 દર્દીનાં મોત

ચોથા દિવસ દૂધ પીવાનું શરૂ કર્યુ

બાળકીને શ્વસનમાં તકલીફ થતા તેને ઓક્સિજન સપોર્ટ પર રખાઈ હતી. ધીરે ધીરે અનન્યાની હાલત સુધરવી શરૂ થઈ અને તેના પરથી ઓક્સિજન સપોર્ટ પણ હટાવી લેવાયો હતો. ઓપરેશન પછીના ચોથા દિવસથી તેણે ફિડિંગ શરૂ કરી દીધું હતું. હવે તે ખોરાકને સારી રીતે પચાવે છે અને નકામો ખોરાક સ્ટોમી દ્વારા બહાર નીકળે છે.

ABOUT THE AUTHOR

...view details