ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ પશ્ચિમમાં 'અશાંતધારા' અંતર્ગત છેલ્લા દોઢ વર્ષમાં 9856 અરજીઓ આવી - 9856 applications were received in Ahmedabad West under Ashant Dhara

રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી અશાંતધારો લાગુ છે. જે અંતર્ગત લાગુ કરાયેલા વિસ્તારોમાં પૂર્વ મંજૂરી વગર મિલકતોની લે-વેચ કરવી ગેરકાયદેસર છે. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં આ અંગેની અરજીઓ સ્વિકારવામાં આવે છે. જે પૈકી અમદાવાદ પશ્ચિમમાં અશાંતધારા અંતર્ગત છેલ્લા દોઢ વર્ષમાં 9856 અરજીઓ આવી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ પશ્ચિમમાં 'અશાંતધારા' અંતર્ગત છેલ્લા દોઢ વર્ષમાં 9856 અરજીઓ આવી
અમદાવાદ પશ્ચિમમાં 'અશાંતધારા' અંતર્ગત છેલ્લા દોઢ વર્ષમાં 9856 અરજીઓ આવી

By

Published : Jul 29, 2021, 7:50 PM IST

  • 1991માં અશાંતધારો કોંગ્રેસ સરકાર લાવી હતી અમલમાં
  • અશાંતધારાનો હેતુ સંભવિત કોમી તંગદિલી ટાળવાનો
  • અમદાવાદમાં કુલ 873 વિસ્તારોમાં અશાંતધારો લાગુ


અમદાવાદ : ગુજરાત રાજ્ય ભૂતકાળમાં બનેલી કોમી રમખાણોની ઘટનાઓ માટે જાણીતું છે. અવારનવાર બે કોમો વચ્ચે ઉભી થતી તંગદિલીને ધ્યાનમાં લઈને 1991માં તે સમયની સરકાર દ્વારા ગુજરાતમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો.

અશાંતધારા અંતર્ગત શું છે જોગવાઈ ?

આ ધારા અંતર્ગત બે જુદા-જુદા ધર્મ તેમજ કોમમાં પ્રોપર્ટીની લે-વેચ માટે જિલ્લા કલેક્ટરની પરમિશન લેવી જરૂરી છે. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સુરતમાં વધુ પાંચ વર્ષ માટે અશાંતધારાની મુદત વધારવામાં આવી છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીઓ આવેલી છે. જુદા-જુદા ધર્મ અને કોમના લોકો વચ્ચે પ્રોપર્ટી લે-વેચ માટે જે તે વિભાગના સબ જિલ્લા મેજીસ્ટ્રેટની પરમિશન લેવી જરૂરી બને છે. જે અંતર્ગત જનસેવા કેન્દ્રમાં અરજી કરીને તે મુજબ આગળ કાર્યવાહી કરી શકાય છે. અરજદારે આપેલ અરજી ઉપર તે વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ઇન્વેસ્ટિગેશન હાથ ધરે છે. જેનો રિપોર્ટ પોલીસ કમિશ્નરને મોકલી આપે છે. જ્યાંથી તે રિપોર્ટ જિલ્લા કલેકટરને મોકલી અપાય છે. ત્યારબાદ તેને મંજૂરી મળે છે.

અમદાવાદ પશ્ચિમમાં 'અશાંતધારા' અંતર્ગત છેલ્લા દોઢ વર્ષમાં 9856 અરજીઓ આવી

અમદાવાદ પશ્ચિમમાં કેટલી અરજી આવી ?

અમદાવાદ પશ્ચિમમાં પશ્ચિમ સાવ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં 1 જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી કુલ 3855 અરજીઓ આવી હતી. જે તમામનો નિકાલ કરી દેવાયો છે. જેમાંથી સરકારને 77 હજાર રૂપિયા જેટલી આવક પ્રાપ્ત થઈ છે. 1 જાન્યુઆરી 2021થી 28 જુલાઈ 2021 સુધીમાં કુલ 6001 જેટલી અરજીઓ આ ધારા હેઠળ આવી છે. જેમાંથી 5051 અરજીઓનો નિકાલ કરાયો છે. જેમાંથી સરકારને 1,20,000 જેટલી આવક પ્રાપ્ત થઈ છે. જ્યારે સમયસીમા અંતર્ગત 950 અરજીઓ પેન્ડિંગ છે.

ABOUT THE AUTHOR

...view details