અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યમાં કોરોનાનો હાહાકાર
- અમદાવાદમાં હાલ 84 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
- આજે 19 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો કરાયો
- 2 ઝોન મુક્ત કરવામાં આવ્યાં
માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનના ઉમેરો
કુલ ચાર વિસ્તાર પૈકી ઉત્તર ઝોનના ત્રણ અને પશ્ચિમ ઝોનના એક મોઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી દૂર કરવામા આવ્યાં છે. જ્યારે અન્ય 19 વિસ્તારને કોરોનાનો ખતરો જોતા માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યાં છે.
માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનના ઉમેરો મહત્વનું છે કે, શહેરમાં મ્યુનિ.એ 20 મિનિટ માટે સેટ કરી શકાય તેવી કીટથી ટેસ્ટની માત્રા ઝડપી બનાવી છે. જેને કારણે આગામી કેટલાક દિવસોમાં કેસની વધુ સંખ્યા આવવાની શક્યતા વર્તાઇ રહી છે. અત્યાર સુધી શહેરમાં એક મર્યાદામાં ટેસ્ટ થતાં હતાં. હવે ટેસ્ટ વધુ થતા કેસ પણ વધી શકે છે.