રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું બહુમાન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ફાળે જાય છે. છેલ્લા એક દશકથી પણ વધુ સમયથી સમગ્ર રાજ્ય તેમજ દેશ-વિદેશમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે GTU કાર્યરત છે. વર્ષ-2013થી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ આપવા બાબતે GTU સમગ્ર રાજ્યમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ચાલુ શૈક્ષણીક વર્ષમાં GTUમાં વિવિધ 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અત્યાર સુધી GTUમાં 56 દેશના 1,636થી પણ વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચૂક્યા છે.
GTU
By
Published : Jul 18, 2021, 10:32 PM IST
આ વર્ષે GTUમાં 808 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
અમદાવાદ: ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર GTU હંમેશા અગ્રેસર રહે છે. તેના પરિણામ સ્વરૂપે સતત 4 વર્ષથી વિદેશી વિદ્યાર્થી માટે GTUમાં પ્રવેશ મેળવવા માટેની પ્રથમ પસંદગી હોય છે. ગત વર્ષે પણ 11 દેશના 24 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો.
વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી યુનિવર્સિટી તરીકે GTUનું નામ પ્રથમ હરોળ
ભારત સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન દ્વારા દેશની વિવિધ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ગુજરાતમાંથી GTU એકમાત્ર ટેક્નિકલ યુનિવર્સિટી છે, જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવે છે. અલ્બાનિયા, ચાડ, ડિજીબોટી, ઈરાક, સાઉથ આફ્રિકા, સીરીયા, લેઓન, ટોગો જેવા 8 નવા સહિતના કુલ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં GTU સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ટેક્નિકલ એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા 9 વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી યુનિવર્સિટી તરીકે GTUનું નામ પ્રથમ હરોળમાં આવે છે.
કુલપતિએ આપી માહિતી
ફોરન સ્ટુડન્ટ સેલની વિવિધ પ્રવૃત્તિને લઈને GTU વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી
જ્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં Ph.D અભ્યાસક્રમમાં ઝિમ્બાબ્વેની હરારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ડિન ટેન્ડાઈ પાડેન્ગા GTU ખાતે કોમ્પ્યુટર સાયન્સમાં Ph.D કરવા માટે એડમિશન મેળવ્યું છે. આ ઉપરાંત જાપાનની મિત્સૂકો ટાકાહાશીએ મેનેજમેન્ટમાં GTU ખાતે Ph.D અભ્યાસક્રમમાં જોડાયા છે. તેણી હાલમાં “હા બાથ આઈએનસીના” ડિરેક્ટર છે અને GTU ડિ.આઈ.આર અંતર્ગત કાર્યરત ફોરન સ્ટુડન્ટ સેલની વિવિધ પ્રવૃત્તિને લઈને GTU વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી રહી છે. ICCRના પ્રતિનિધિઓ પણ GTU ડિ.આઈ.આરની પ્રવૃત્તિને બિરદાવી હતી.