અમદાવાદ: COVID -19ના કપરાકાળમાં મહિલાકારીગરોને સૌથી વધુ અસર થઈ હતી અને ઘણા શ્રમજીવી બહેનો લોકડઉનને કારણે તેમને કાચોમાલ મેળવવામાં પણ અનેક મુશ્કેલી જનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આરોગ્ય વીમો ન હોવાથી તબીબી ખર્ચમાં અચાનક વધારો થતાં નાણાકીય તકલીફ પણ ઉભી થઈ ગઈ હતી તો બીજી તરફ તેમની રોજગારી પણ બંધ થઈ ગઈ હતી.
લોકડાઉન દરમિયાન 150 મહિલા કારીગરોને કાયમી રોજગારી આપી
સેવા સહકારી ફેડરેશને (Seva Co operative Federation) કોવિડના અનુભવમાંથી મળેલ સીખને આધારે બહેનોને કાયમી રોજગાર આપવા મશીન અને કાચો માલ મેળવવાની અત્યંત જરુરિયાતને પારખી અને શ્રમજીવી બહેનોને ફોન દ્વારા ડિજિટલ સાક્ષરતા અંતર્ગત ઓનલાઇન માસ્ક અને PPE કિટના ઉત્પાદનની તાલીમ (Trained women to make masks and PPE kits online) આપવામાં આવી હતી. જોકે લોકડાઉન દરમિયાન 150 મહિલા કારીગરોને કાયમી રોજગારી આપી 3 લાખથી વધુ માસ્કનુ ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
80 મહિલા કારીગરોને આપવામાં આવશે સિલાઈ મશીન અને ટૂલ કિટ્સ
સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળના ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશનરએ પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટેની યોજના સાથે સેવા કોઓપરેટીવ ફેડરેશનને જોડાણ કરી 309 મહિલા કારીગરોને એક ક્લસ્ટરમાં સંગઠિત કરવા કૌશલ્યવર્ધન તાલીમો આપી બહેનોને લાંબા ગાળાની કાયમી રોજગારી માટેનો ત્રણ વર્ષનો પ્રોજેક્ટમાં અમદાવાદ કડી અને કલોલની 80 મહિલા કારીગરોને સિલાઈ મશીન અને ટૂલ કિટ્સ આપવામાં આવશે.
ડિઝાઇન સેલ જેવી મશીનરીથી સજ્જ કેન્દ્ર બનાવવામાં આવશે
કડી મહેસાણામાં કોમન ફેસિલિટેશન સેન્ટર કલાકૃતિ ગારમેન્ટ એપેરલ ક્લસ્ટર (Common Facilitation Center Artwork Garment Apparel Cluster) બનાવવામાં આવી રહ્યું છે આ સેન્ટરમાં લેઝર કટીંગ મશીન, સિલાઈ મશીન, બ્લોક પ્રિન્ટીંગ, યુનિટ તાલીમ કેન્દ્ર, કાચા માલની બેંક અને એક ડિઝાઇન સેલ જેવી મશીનરીથી સજ્જ કેન્દ્ર બનાવવામાં આવશે. અબોદાના હસ્તકલા મંડળીના સભ્ય કે જેમની પાસે સિલાઈ મશીન અથવા કાચો માલ ન હોય તેઓ સેન્ટરમાં આવી કામ કરશે તે પ્રકારની વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે.
સરકારી યોજનાઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા