અમદાવાદ : અમદાવાદ ખાતે ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે ક્રિકેટ મેચ (IND VS WI ODI MATCH) રમાવા જવાની હતી તે પહેલા જ બુધવારે ભારતીય ટીમના 4 ખેલાડીઓ સહિત 7 જેટલા લોકો પોઝિટીવ આવ્યા (4 players of Indian cricket team Corona positive) છે. જેમને હાલ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જેમાં શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ અને શિખર ધવનનો પણ સમાવેશ થયો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ક્રિકેટ મેચમાં પ્રેક્ષકોને 'નો એન્ટ્રી', મોદી સ્ટેડિયમ તૈયાર
અમદાવાદ આવેલ ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાના અહેવાલ વહેતા થયા હતા. જેમાંથી બેટ્સમેન શિખર ધવન, શ્રેયસ ઐય્યર અને ઋતુરાજ ગાયકવાડ કોરોના પોઝિટિવ હોવાની પૃષ્ટિ BCCIએ કરી છે. જ્યારે અન્ય એક કોવિડ પોઝિટિવ ખેલાડીમાં ફાસ્ટ બોલર નવદીપ સૈનિનો સમાવેશ થાય છે. બાકીના ત્રણ કોરોના પોઝિટિવ વ્યક્તિઓ ખેલાડીઓ નહીં, પરંતુ ટીમના મેમ્બર્સ છે. જેમાં ફિલ્ડિંગ કોચ ટી.દિલીપ, સિક્યુરિટી લાઇસન ઓફિસર બી.લોકેશ અને સ્પોર્ટ્સ મસાજ થેરાપીસ્ટ રાજીવ કુમારનો સમાવેશ થાય છે.
ટીમ મેમ્બર્સના ત્રણ રાઉન્ડ કોવિડ ટેસ્ટ થયા
BCCIએ જણાવ્યું હતું કે, મેમ્બર્સને પ્રવાસ શરૂ કરતાં અગાઉ RT-PCR ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. નેગેટિવ ટેસ્ટ વાળા મેમ્બર્સ જ પ્રવાસે આવી શકે છે. આ ઉપરાંત ટીમ અમદાવાદ આવી ત્યારે 31 ફેબ્રુઆરીથી 02 ફેબ્રુઆરી એમ સતત ત્રણ દિવસ ત્રણ રાઉન્ડમાં મેમ્બર્સના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મતલબ કે, ટીમ મેમ્બર્સ પ્રવાસ દરમિયાન કે હોટેલમાં કોરોના પોઝિટિવ થયા હોવાની શક્યતા વધુ છે.