- કોસ્ટગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન
- નુહ બોટ સાથે 8 પાકિસ્તાનીઓની ધરપકડ
- 30 કિલો હેરોઇનનો આંતરરાષ્ટ્રીય ભાવ અંદાજીત 300 કરોડ
અમદાવાદઃ કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS(Anti-Terrorism Squad)એ સંયુક્ત ઓપરેશન કરીને ગુજરાતમાં હેરોઇન ઘુસાડવાનું મોટું ષડયંત્ર ઝડપી પાડ્યું છે. ગુજરાતના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બોટ સાથે 8 પાકિસ્તાનીઓ ઝડપાયા છે અને 30 કિલો હેરોઇન મળી આવ્યું છે. 30 કિલો હેરોઈનનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ અંદાજીત 300 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું અનુમાન છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર આ ઓપરેશન ગુજરાત ATS(Anti-Terrorism Squad)ની સાથે મળીને પાર પાડવામાં આવ્યું છે. જખૌ બંદર પાસેથી એક બોટ પકડાઈ હતી. જેમાં 8 પાકિસ્તાની નાગરિકો સવાર હતા અને તેમની પાસેથી 30 કિલો હેરોઈન પકડાયું હતું.
નુહ બોટ સાથે 8 પાકિસ્તાનીઓની ધરપકડ આ પણ વાંચોઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ પોરબંદરની 1 બોટ અને 6 માછીમારોનું કર્યું અપહરણ
પાકિસ્તાની બોટ ભારતીય જળસીમમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા (IMBL)ની નજીક પકડાઈ
આ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા (IMBL)ની નજીક પકડાઈ હતી. ATS(Anti-Terrorism Squad)ના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ભારત પાકિસ્તાન IMBL પર જખૌથી આશરે 40 નોટીકલ માઇલ દુર પાકિસ્તાનની બોટ ‘‘નુહ’’ માં આવવાનો છે અને પંજાબ જવાનો છે. જે બાતમીના આધારે ATS(Anti-Terrorism Squad)ની ટીમ તથા દ્રારકા SOG(Special Operations Group) જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડના ઉચ્ચઅધિકારીઓને મળી સંયુક્ત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં બેસી પેટ્રોલીંગમાં કરી રહ્યા હતા. આ દરમિયાન ગઇ મોડીરાત્રે જખૌથી 40 નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ ‘નુહ’ જોવામાં આવતા તુરંત જ આ બોટને આંતરી બોટમાં રહેલા આઠ પકિસ્તાની શખ્સો, 30 કિ.ગ્રા. જેટલો હેરોઇનનો જથ્થો કે જેની અંદાજીત કિંમત અંદાજીત 300 કરોડ રૂપિયાની તથા પાકિસ્તાની‘નુહ’ બોટને પોતાના કબ્જામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાકિસ્તાની બોટ ભારતીય જળસીમમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા (IMBL)ની નજીક પકડાઈ આ પણ વાંચોઃ કચ્છના હરામી નાળામાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઇ
ભારતીય બોટનું અપહરણ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પોરબંદરમાં પાકિસ્તાન મેરી ટાઇમ સિક્યોરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનુ અપહરણ કરાયું છે. જેમાં 6 માછીમારોને બોટ સાથે બંધક બનાવ્યા છે. અપહરણ કરાયેલી બોટ પોરબંદરની હોવાનું સામે આવ્યું છે.