ગુજરાત

gujarat

By

Published : May 7, 2020, 9:28 PM IST

ETV Bharat / city

અમદાવાદઃ વધુ 8 ખાનગી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ જાહેર, 228 તબીબો-હોસ્પિટલોને નોટિસ

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, કોવિડ-19ના દર્દીઓની વિસ્તૃત સારવાર થઇ શકે તે માટે અમદાવાદ શહેરની વધુ આઠ હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરાઇ છે અને એપેડેમિક એક્ટ હેઠળ આ હોસ્પિટલો કાર્યરત રહેશે.

અમદાવાદની વધુ 8 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ જાહેર, 228 તબીબો- હોસ્પિટલોને નોટિસ
અમદાવાદની વધુ 8 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ જાહેર, 228 તબીબો- હોસ્પિટલોને નોટિસ

અમદાવાદઃ અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ચાંદખેડાની એસએમએસ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, કુબેરનગરની સિંધુ હોસ્પિટલ, આંબાવાડીની અર્થમ હોસ્પિટલ, બાપુનગરની સ્ટાર હોસ્પિટલ, મેમકોની આનંદ સર્જીકલ, સાયન્સ સીટીની સિમ્સ હોસ્પિટલ, મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલ અને કાંકરિયા નજીક આવેલી સિદ્ધિવિનાયક હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ સાથે શહેરની અંદર ખાનગી હોસ્પિટલોમાં 1600 બેડની ક્ષમતા ઊભી કરાઇ છે.

ગઈકાલે શહેરની ખાનગી હોસ્પિટલો, નર્સિગ હોમ અને ક્લિનિકને ચાલુ કરવા કરેલી તાકીદના સંદર્ભમાં આ હૂકમનું ઉલ્લંધન કરનાર 228 ક્લિનિક હોસ્પિટલને આજે નોટિસ આપવામાં આવી છે. આ આદેશનો ભંગ કરનાર ખાનગી તબીબો હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ-કોવિડ કેર સેન્ટર કે હોમ આઈસોલેશન દર્દીઓની સેવામાં જોડી દેવામાં આવશે અને આ અંગે આ આવા ડૉક્ટરોએ કે હોસ્પિટલોએ સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ કરવાનો રહેશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો આવા ડોક્ટરોને જે તે વિસ્તારમાં આ સેવામાં જોડવા સૂચના આપશે.

જો કે, 65 વર્ષથી વધુ વય ધરાવતા તબીબો અને તેમના ક્લિનિકને ફરજિયાત શરૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કુલ 3000 બેડની ક્ષમતા ધરાવતી 60 હોટેલને આજે કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાના આદેશ કરવામાં આવ્યાં છે. આ હોટેલોને એપડેમિક એક્ટ અન્વયે એર કન્ડિશન ઉપલબ્ધ કરવા સૂચના અપાઇ છે. આ અંગેનો કોઈ ચાર્જ હોટલો દર્દીઓ પાસેથી લઈ શકશે નહીં આ અંગેનો ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા ઉઠાવશે.

ABOUT THE AUTHOR

...view details