- કૃષ્ણનગરમાં હત્યાનો બનાવ
- 7 થી 8 ઇસમોએ ભેગા મળીને કરી યુવકની હત્યા
- સારવાર દરમિયાન યુવકનું થયું મોત કૃષ્ણનગરમાં સામાન્ય તકરારમાં 7 થી 8 ઇસમોએ યુવકને ઢોરમાર માર્યો
અમદાવાદ: કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ પાસે જાહેરમાં ધ્રુવરાજસિંહ ભાટી નામના યુવકને 7 થી 8 ઇસમોએ માર માર્યો હતો. ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. કૃષ્ણનગર પોલીસે સમગ્ર મામલે મારામારીનો ગુનો નોંધીને 3 લોકોની અટકાયત કરી છે.
મોત બાદ પણ પોલીસ નિષ્ક્રિય દેખાઈ
અગાઉ જ્યારે મારામારીમાં ધ્રુવરાજસિંહ ભાટી ગંભીર રીતે ઘાયલ થયો ત્યારે પોલીસે માત્ર મારામારીની ફરિયાદ નોંધી હતી અને બાદમાં હત્યાના પ્રયાસના ગુના માટે કોર્ટમાં જાણ કરી હતી પરંતુ સારવાર દરમિયાન જ યુવકનું મોત થતા પોલીસે 3 લોકો વિરુદ્ધ જ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ પછી પરિવારે ન્યાયની માગ કરતા અન્ય 5 ઈસમો એમ કુલ 8 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.