અમદાવાદઃ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ આવું આવું કરે છે પણ પડતો નથી. તેના કારણે શહેરીજનોને બફારો થઈ રહ્યો (heavy rain in all over gujarat) છે. જોકે, ગઈકાલે સવારથી વરસાદ શરૂ થયો (heavy rain in all over gujarat) હતો, પરંતુ બપોરે 12 વાગ્યા સુધીમાં વરસાદ બંધ થઈ જતાં ફરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદના કારણે વેજલપુર અને શ્રીનંદનગર જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે જો અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, રાજકોટ, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં હજી પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત (Gujarat Districts on Red Alert) થઈ ગયું છે.
8 જિલ્લા રેડ એલર્ટ પર - તો આ તરફ જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ (Gujarat Districts on Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. તો પૂર્ણા નદીમાં વધારાનું પાણી આવ્યું હતું. આ સાથે જ 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં પોરબંદર, નર્મદા, અરવલ્લી, ભાવનગરનો સમાવેશ થાય છે. તો મહારાષ્ટ્રના એલડેરી, સીધેશ્વરી ડેમ ફૂલ થઈ ગયો છે. આ ઉપરાંત 148 STના રૂટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 27 સ્ટેટ હાઈવે, 550 પંચાયત માર્ગ પણ વરસાદના કારણે બંધ કરી દેવાયા છે. બીજી તરફ નવસારીમાં નેશનલ હાઈવે અને ડાંગ તેમ જ કચ્છ નેશનલ હાઈવે પણ બંધ કરી દેવાયો હતો.
ખાડીનું પાણી શહેરમાં ઘૂસ્યું - વરસાદના કારણે સર્જાયેલી તારાજીમાં લોકોને બચાવવા NDRFની ટીમ પણ (NDRF Rescue Operation in the State) ભારે મહેનત કરી રહી છે. નવસારીમાં ગણદેવીની વેગણનીયા ખાડીના પાણી શહેરમાં ઘૂસી ગયા હતા. ત્યારે 1,200 લોકોને બચાવવા માટે NDRFની ટીમ, સ્થાનિક તરવૈયા અને ગણદેવી પાલિકાએ બચાવ કામગીરી કરી હતી. જ્યારે ગણદેવીમાં નેરોગેજ સરા લાઈન વિસ્તારમાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. બીજી તરફ જિલ્લાની કાવેરી નદી પાસેના ગોલવડ અને ફડવેલ ગામના સ્થાનિકો કાવેરી નદીના કિનારે અચાનક પૂરના કારણે ફસાયા હતા.
નવસારીમાં આટલો વરસાદ પડ્યો - નવસારી જિલ્લામાં સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં પડેલા વરસાદ પર નજર કરીએ તો, નવસારીમાં 211 મિમી (8.44 ઇંચ), જલાલપોરમાં 183 મિમી (7.32 ઇંચ), ગણદેવીમાં 231 મિમી (9.24 ઇંચ), ચીખલીમાં 244 (9.74 ઇંચ), ખેરગામમાં 165 (6.6 ઇંચ), વાંસદામાં 168 (6.72 ઇંચ) વરસાદ પડ્યો હતો. બીજી તરફ ગણદેવીના આંતલિયા-ઊંડાચને જોડતો પૂલ બેસી ગયો છે. તેના કારમે પૂલ બંને તરફથી બંધ કરી દેવાયો છે. અંદાજે 8 વર્ષ અગાઉ કાવેરી નદી પર આ પૂલ બનાવવામાં આવ્યો હતો.
ભાવનગરની સ્થિતિ-શહેરમાં ગઈકાલે સાંજે વરસાદ બંધ થયો હતો. જોકે, ત્યારબાદ આખું આકાશ કોરું થઈ ગયું હતું. પરંતુ વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં 12,000 ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ હતી. જ્યારે ગારિયાધાર અને પાલીતાણાના ગામોને એલર્ટ કરાયા છે. શેત્રુંજી અને રાજકોટનો ચૌડાં ડેમમાં 70 ટકા સપાટી થતા એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સાથે જ તંત્રએ નીચાણવાળા વિસ્તારના ગામડાઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.
સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ - સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અહીં સૌથી વધુ 3 ઈંચ વરસાદ વિજયનગરમાં નોંધાયો હતો. તો સૌથી ઓછો 2 મિમી વરસાદ ઈડરમાં નોંધાયો હતો. આ ઉપરાંત ખેડબ્રહ્મા તેમ જ પોશીનામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં મોટા ભાગના જળાશયો હજી પણ ખાલી છે.
રાજકોટની સ્થિતિ - રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદના કારણે ખજુરડાથી જામખાટલી જવાનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેના કારણે રાહદારીઓ અટવાયા હતા. જ્યારે પાણીના પ્રવાહ વધતા ગ્રામજનોએ વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ટ્રેકટરની વ્યવસ્થા કરી હતી.
મોદી-શાહ રાખી રહ્યા છે નજર- તો રાજ્યમાં પૂરની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સતત નજર રાખી રહ્યા છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે માહિતી આપી હતી. તો હવે આજે (શુક્રવારે) સવારથી 2 એરફોર્સ ચોપર્સ અને NDRFની ટીમ બચાવ (NDRF Rescue Operation in the State) કામગીરી શરૂ કરી છે.