અમદાવાદ: ગુજરાતના 8 મહાનુભાવોને વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મ એવોર્ડ (Padma Awards 2022)થી સન્માનિત કરવામાં આવ્યાં છે. જેમાં ખલીલ ધનતેજવી સાહિત્ય-કળામાં અમૂલ્ય યોગદાન (padma shri for literature and arts) બદલ પદ્મશ્રી, ડૉ. લતા દેસાઇને મેડિસિન ક્ષેત્રે ઉમદા કામ બદલ પદ્મશ્રી, રમીલા ગામીતને સમાજસેવા બદલ પદ્મશ્રી, ગુરૂપ્રસાદ મહાપાત્રને જાહેર સેવા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી (padma shri for service sector), ડૉ.જે.એમ.વ્યાસને સાયન્સ-એન્જિનિયરિંગમાં ઉમદા યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે.
Padma Awards 2022: સ્વામી સચ્ચિદાનંદ સહિત ગુજરાતના 8 અને દેશના 128 મહાનુભાવો પદ્મ પુરસ્કારથી સન્માનિત - ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ
સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના 8 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર (Padma Awards 2022)થી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. સવજી ધોળકિયા અને પ્રભા શાહને પણ સમાજ સેવામાં અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે.
સ્વામી સચ્ચિદાનંદ પદ્મ ભૂષણથી સન્માનિત-સવજી ધોળકિયા અને પ્રભા શાહને પણ સમાજ સેવામાં (Padma Shri for social servic) અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે. ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ (Gujarati literature and education)માં અમૂલ્ય યોગદાન બદલ સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના જાણીતા સંત અને લેખક છે. મારા અનુભવો અને વિદેશ પ્રવાસના પ્રેરક પ્રસંગો તેમના લાક્ષણિક ગ્રંથો છે.
આ પણ વાંચો:Padma Awards 2022 : રમિલાબેનને શા માટે લોકો કહે છે 'સ્વચ્છતા ચેમ્પિયન', જાણો તેમનું કાર્ય
25 જાન્યુઆરીના રોજ પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ હતી-લોકસેવા (Padma Shri for Public service)માં અમૂલ્ય યોગદાન બદલ માલમજી દેસાઇને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરીના રોજ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. કુલ 128 નામોની પસંદગી કરવામાં આવી હતી. આ વર્ષે પદ્મ વિભૂષણ માટે કુલ 4 નામ પંસદ કરવામાં આવ્યા, જ્યારે 17 હસ્તિઓના નામ પદ્મ ભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા. આ ઉપરાંત 107 લોકોને પદ્મશ્રી સન્માન માટે પસંદ કરવામાં આવ્યાં.