ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ આગ કાંડઃ મૃતકના પરિવારજનો એલ.જી.હૉસ્પિટલ પહોંચ્યા, ફાયર અધિકારીનું મીડિયા સામે મૌન

અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર નાનુ કાકા એસ્ટેટમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. જ્યા બોઇલર બ્લાસ્ટ થતા બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી. જેમાં 14થી વધુ લોકો ફસાયા હતા. જેમાંથી 8ના મોત નિપજ્યા છે. જેમને એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદની કાપડ ગોડાઉન આગમાં 8 લોકોના મોત, મૃતકના પરિવારજનો એલ.જી.હોસ્પિટલમાં પહોંચ્યા
અમદાવાદની કાપડ ગોડાઉન આગમાં 8 લોકોના મોત, મૃતકના પરિવારજનો એલ.જી.હોસ્પિટલમાં પહોંચ્યા

By

Published : Nov 4, 2020, 3:47 PM IST

  • પીરાણા-પીપળજ રોડ પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ
  • આ આગમાં 8 લોકોના મોત
  • બોઇલર બ્લાસ્ટ થતા બિલ્ડીંગ ધરાશાયી થઇ જેમાં 14 લોકો ફસાયા હોવાની માહિતી

અમદાવાદઃ શહેરના પીરાણા-પીપળજ રોડ પર નાનું કાકા એસ્ટેટમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. જ્યા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બોઇલર બ્લાસ્ટ થતા બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી. જેમાં 14થી વધુ લોકો ફસાયા હવાની માહિતી મળી છે. જેમાંથી 8ના મોત નિપજ્યા છે. જો કે આ ઘટનામાં કહેવાઇ રહ્યું છે કે ફેક્ટરીમાં ફાયરસેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા નહોતા. તેમજ હાલમાં ફેક્ટરીનો માલિક ફરાર થઇ જવાની વાત સામે આવી છે. હજી આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે.

આ ઘટના અંગે ફાયર અધિકારી સાથે મીડિયાએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મીડિયાને જોઇને ફાયર અધિકારીએ ચાલતી પકડી હતી.

અમદાવાદની કાપડ ગોડાઉન આગમાં 8 લોકોના મોત, મૃતકના પરિવારજનો એલ.જી.હોસ્પિટલમાં પહોંચ્યા

8 લોકોના મોત, જ્યારે 6ની હાલત ગંભીર

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યારે અન્ય 6 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. કાપડની ફેક્ટરીમાં એટલો જોરદાર બ્લાસ્ટ થયો હતો કે તેના પિલરોના અનેક ટુકડા થઇ ગયા હતા. આ ગોડાઉનમાં કાપડ હોવાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.

આગ લાગવાનું કારણ અકબંધ

જો કે આ આગ કયા કારણોસર લાગી છે એ જાણી શકાયું નથી. પરંતુ ત્યાંના સ્થાનિક લોકોએ આગના ગોટેગોટા જોતા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. આ ગોડાઉન જે સ્થળ પર આવેલું હતું, ત્યાંની આસપાસ ખૂબ મોટી સંખ્યામાં મજૂરીકામ કરતા લોકો રહેતા હોવાથી આસપાસમાં ભારે નાસભાગ મચી હતી.

ABOUT THE AUTHOR

...view details