ગુજરાત

gujarat

ETV Bharat / city

શ્રેય હોસ્પિટલ સીલ કરીને 3 દિવસમાં કાર્યવાહી થશેઃ રાજીવ ગુપ્તા

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. આ આગની ઘટનમાં 8 લોકોના મોત થયા છે.

etv bharat
etv bharat

By

Published : Aug 6, 2020, 10:53 AM IST

  • અમદાવાદની શ્રેય હોસ્પિટલ આગ
  • શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ
  • આગમાં કોરોનાના 8 દર્દીના મોત
  • હાલમાં સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ કરાઈ
  • દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગ લગતા 8 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. જે મામલે તંત્ર દોડતું થયું હતું. કોર્પોરેશન અને પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

મ્યુનિ.કમિશનર રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર મામલે તપાસ માટે કોર્પોરેશને પણ જાણ કરી છે. હાલ હોસ્પિટલ સિલ કરવામાં આવશે અને આગામી 3 દિવસમાં કાર્યવાહી પણ કરવામાં આવશે. હોસ્પિટલ સેનીટાઇઝ કર્યા બાદ અંદર પણ તપાસ કરવામાં આવશે.

અમદાવાદમાં આગ લાગવાના મામલે હોસ્પિટલ સિલ

હોસ્પિટલમાં ફાયર સેફ્ટીએ જરૂરી સુવિધાઓ અંગે ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ તપાસ માટે કમિટી બનાવી છે, તે કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે અને ઝડપથી સમગ્ર મામલે પગલાં પણ લેવામાં આવશે. મૃતકના પરિવારજનોને પણ સમગ્ર મામલે જાણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details