- પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારી 775 મિલકતો સીલ કરાઈ
- જોધપુર સુર માઉન્ટની 40 મિલકતો સીલ
- દેવાશિષ બિઝનેસ પાર્કની 44 મિલકતો સામે પણ કાર્યવાહી કરવામાં આવી
અમદાવાદઃ જિલ્લાના અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનાર સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરના તમામ ઝોનમાં કુલ 775 જેટલી મિલકતોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં 336 મિલકતોને સીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ટેક્સ નહીં ભરનાર ડિફોલ્ટર સામે તંત્રની લાલ આંખ
શહેરની 775 મિલકતો સીલ
વિવિધ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશમાં શહેરના તમામ ઝોનમાં કુલ 775 મિલકતોને સીલ કરવામાં આવી છે. જેમાં માત્ર પશ્ચિમ ઝોન, ઉ.પશ્ચિમ ઝોન અને દ.પશ્ચિમ ઝોનમાં એક જ દિવસમાં 336 જેટલી મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વસ્ત્રાપુરના ધી ફર્સ્ટ કોમર્શિયલ કોમ્પલેક્સમાં 25, જોધપુરના સુરમાઉન્ટ ખાતે 40, એસ.જી. હાઇવેના દેવાશિષ બિઝનેસ પાાર્કમાં 44, થલતેજ હિમાલયા આર્કેડમાં 13 સહિત મિલકતો સામે કાર્યવાહી કરી છે.