ગુજરાત

gujarat

ETV Bharat / city

75th Death Anniversary of Vasant-Rajab: ક્રાઈમ બ્રાન્ચના પટાંગણમાં અપાઈ પુષ્પાંજલિ - કોમી એખલાસ

અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલીમાં ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં વસંત રજબ બંધુત્વ સ્મારક (Vasant-Rajab Bandhutv Smarak) નામ આવતા જ વસંત અને રજબ નામના બે મિત્રોની યાદ આવી જાય. કોમી હિંસામાં એક પરિવારને બચાવવા જતાં બંને મિત્રો શહીદ થયા હતાં. જેની યાદમાં ક્રાઈમ બ્રાન્ચના (Ahmedabad Crime Branch) પરિસરમાં બનાવવામાં આવેલા સ્મારકમાં બંને મિત્રોની પુણ્યતિથિને લઈને આજે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

75th Death Anniversary of Vasant-Rajab: ક્રાઈમ બ્રાન્ચ પટાંગણમાં અપાઈ પુષ્પાંજલિ
75th Death Anniversary of Vasant-Rajab: ક્રાઈમ બ્રાન્ચ પટાંગણમાં અપાઈ પુષ્પાંજલિ

By

Published : Jul 1, 2021, 6:26 PM IST

  • વસંત-રજબની મિત્રતા અને આત્મબલિદાનનું શહેર પર ઋણ
  • ક્રાઈમ બ્રાન્ચ પરિસરમાં બનાવાયું છે બંધુત્વ સ્મારક
  • 75th Death Anniversary of Vasant-Rajab નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો



અમદાવાદઃ અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad Police ) વસંત-રજબની મિત્રતા (Vasant-Rajab Friendship) અને આત્મબલિદાનનું ઋણ ચૂકવવા માટે થઈ દોસ્તી અને માણસાઈના દર્શન કરાવતું દેશનું આ પ્રકારનું સર્વપ્રથમ મેમોરિયલ બનાવ્યું હતું. વસંત-રજબ બંધુત્વ સ્મારકનું (Vasant-Rajab Bandhutv Smarak) અમદાવાદ શહેર ગાયકવાડ હવેલીના ઐતિહાસિક પરિસરમાં નિર્માણ કર્યું હતું. વર્ષ 2015ના રોજ ગાંધી જયંતિના દિને વર્લ્ડ પીસ સેન્ટર સ્મૃતિ મંદિર ઘોડાસરથી શાંતિ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા વસંત-રજબના આત્મબલિદાનની 75મી પુણ્યતિથિએ (75th Death Anniversary of Vasant-Rajab) બંધુત્વ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કોમી એખલાસના બલિદાન વીરોની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી, જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી, ઈમામ સાહેબ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ તથા વસંત-રજબના બેમિસાલ બલિદાન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું

કોમી હિંસામાં એક પરિવારને બચાવવા જતાં બંને મિત્રો શહીદ થયા હતાં
આ પણ વાંચોઃ જાણો અમદાવાદના જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસવસંત રજબની યાદમાં બનાવવામાં આવશે સ્પોર્ટ સંકુલએક સમયે અમદાવાદ શહેર કોમી હિંસાની હુતાસણીમાં લપેટાયું હતું. વર્ષ 1946માં અમદાવાદ શહેરમાં રથયાત્રા (Ahmedabad Rathyatra in 1946) દરમિયાન કોમી હિંસા ભડકી ઉઠી હતી. તે દરમિયાન વસંત અને રજબ નામના બે મિત્રોએ અમદાવાદ શહેરમાં તોફાનીઓની સામે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. કોમી એકતા માટે બલિદાન આપનાર વસંત અને રજબનું સ્મારક ગાયકવાડ હવેલીમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચના (Ahmedabad Crime Branch Office) કમ્પાઉન્ડમાં વર્ષ 2015માં બનાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ એકતા મેદાન પણ બનાવવામાં આવ્યું છે. એકતા મેદાનમાં હવે outdoor sport sankul બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે.

1946માં રથયાત્રા દરમિયાન કોમી હિંસા ફાટી નીકળી હતી

કોમી એકતા કાજે વસંત અને રજબ નામના બે મિત્રોના બલિદાનની યાદમાં ફૂટબોલ ટેનિસ લોન ટેનીસ અને રનીંગ ટ્રેક બનાવવાની કામગીરી પોલીસ હાઉસીંગ કોર્પોરેશનને આરંભી છે. શહેરના જમાલપુર વિસ્તારમાં 1 જુલાઈ 1946ના (Ahmedabad Rathyatra in 1946) રોજ કોમી તોફાન ફાટી નીકળ્યાં હતાં. આવા સમયે વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી નામના બે મિત્રોએ તોફાની ટોળામાંથી એક પરિવારને બચાવવા માટે થઈ પોતાની જિંદગીનું બલિદાન આપ્યું હતું. કોમી એકતા માટે બે મિત્રોએ જીવનનું બલિદાન આપ્યાને 75 વર્ષ (75th Death Anniversary of Vasant-Rajab) થયાં છે ત્યારે બંને મિત્રોના બલિદાનના ભાગરૂપે કોટ વિસ્તારમાં યુવાવર્ગને outdoor sports માટે સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં અયોધ્યા ચુકાદા વખતે કોમી એખલાસ માટે મુસ્લિમ બિરાદરોએ કરી દુઆ

ABOUT THE AUTHOR

...view details