ગુજરાત

gujarat

ETV Bharat / city

તૌકતે વાવાઝોડાના કારણે અમદાવાદ જિલ્લાના 7,095 લોકોનું આશ્રયસ્થાને સ્થળાંતર કરાયું - અમદાવાદ શહેર અને જિલ્લામાં વાવાઝોડાની અસર

તૌકતે વાવાઝોડાની અસર સોમવારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ જોવા મળી હતી. જોકે, વાવાઝોડાના કારણે અમદાવાદ જિલ્લાના 7,095 લોકોનું આશ્રયસ્થાન પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

તૌકતે વાવાઝોડાના કારણે અમદાવાદ જિલ્લાના 7,095 લોકોનું આશ્રયસ્થાને સ્થળાંતર કરાયું
તૌકતે વાવાઝોડાના કારણે અમદાવાદ જિલ્લાના 7,095 લોકોનું આશ્રયસ્થાને સ્થળાંતર કરાયું

By

Published : May 19, 2021, 11:41 AM IST

  • અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં 379 આશ્રયસ્થાન બનાવાયા હતા
  • સૌથી વધુ ધાલેરાના 3,046 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું
  • આશ્રય સ્થાનો પર તમામ પ્રકારની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ

અમદાવાદઃ વાવાઝોડાના કારણે અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 379 આશ્રયસ્થાન કાર્યરત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના 3,046 લોકો, ધંધૂકા તાલુકાના 1,389, સાણંદના 503, વિરમગામના 541, ધોળકા તાલુકાના 369, દસક્રોઈના 315, માંડલ તાલુકાના 404 અને દેત્રોજ 254 લોકોને સલામત રીતે આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાના પગલે લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા

ઓક્સિજનના બફર સ્ટોકથી કામ ચાલ્યું

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરવઠો અવિરત મળી રહે તે માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની બે ટીમ અનુક્રમે ધોલેરા અને ધંધૂકામાં તહેનાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃકચ્છમાં કાંઠા વિસ્તારના 92 ગામોના 32,806 લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા

નગરપાલિકા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય

વાવાઝોડાની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે નગરપાલિકા વિસ્તારમાં ફાયરબ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જોકે, રાહત કાર્ય હજી પણ ચાલુ છે. અમદાવાદ જિલ્લાની કોવિડ હોસ્પિટલનો પૂરવઠો અવિરત જળવાઈ રહે તે માટે વીજકંપનીઓને સતર્ક કરવામાં આવી હતી. તો અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની સંભવિત અસરોના બચાવ સ્વરૂપ અગમચેતીના ભાગરૂપે કાર્ય ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details