અમદાવાદ: અમિત શાહ પાંચ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેઓ અલગ-અલગ કાર્યક્રમમાં ભાગ લેશે. મળતી માહિતી મુજબ ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ પોતાના પરિવાર સાથે વિતાવશે. ત્યાર બાદ આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને અનેક બેઠકો યોજશે અને માર્ગદર્શન પૂરું પાડશે. આ સાથે જ અમિત શાહ નવરાત્રિ શરૂ થતાં માણસા ખાતે પરિવાર સાથે માતાજીની આરતીમાં પણ ભાગ લેશે.
અમિત શાહ 7 મહિના બાદ ગુજરાતના પ્રવાસે, એરપોર્ટ પર થયું સ્વાગત - અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 5 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેથી અમદાવાદ એરપોર્ટ પર ભાજપના નેતાઓ તથા આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ અમિત શાહ પોતાના નિવાસ સ્થાન ખાતે જવા રવાના થયા હતા.
7 મહિના બાદ અમિત શાહ આવ્યા ગુજરાત
અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે .અમદાવાદ એરપોર્ટ ખાતે તેમના સ્વાગત માટે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, સાંસદ સભ્યો, રાજ્યના DGP તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અંદાજે 7 મહિના બાદ અમિત શાહ ગુજરાત આવ્યા છે. જેથી તેમનો આ પ્રવાસ ખૂબ વ્યસ્ત રહેશે.
Last Updated : Oct 13, 2020, 5:30 PM IST