ગુજરાત

gujarat

ETV Bharat / city

RTOની ઓનલાઇન 11 સેવાઓમાંથી માત્ર 7 સેવા શરૂ, જુઓ વિશેષ અહેવાલ... - ઈટીવી ભારત વિશેષ સ્ટોરી

કોરોના વાઈરસને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનમાં RTOની સેવા પણ બંધ રહી હતી. ત્યારબાદ જ્યારે RTO કચેરીને ખોલવામાં આવી ત્યારે લોકો RTOની વિવિધ સેવાઓ મેળવવા એકદમ ઘસારો કરતા જોવા મળ્યા હતા. હાલમાં RTOમાં મોટા પાયે એપ્લિકેશન પેન્ડિંગ રહેલી છે.

services of RTO
RTO દ્વારા મહત્વની 7 સર્વિસો ઓનલાઈન હોવાનો દાવો

By

Published : Oct 16, 2020, 10:30 PM IST

અમદાવાદઃ કોરોના વાઈરસનો સંક્રમણ કાળ હોવા છતાં મોટાભાગે લોકો ફિઝિકલી RTO ખાતે વાહનને લગતા જુદા-જુદા કાર્યો કરાવવા RTO પહોંચે છે. ત્યારે અમદાવાદના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર બી.વી. લીમ્બાચીયાએ જણાવ્યું હતું કે, RTOની 7 સેવાઓ ઓનલાઇન છે. જે મુખ્યત્વે લાઇસન્સ સાથે સંકળાયેલી છે. જેમાં લર્નિંગ અને ડ્રાઇવિંગ પરીક્ષા માટેનો સમય અને સ્લોટ બુક કરાવી શકો છો. તમારી એપ્લિકેશન સ્ટેટસ જોઈ શકો છો.

આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સમાં નામ અને જન્મ તારીખમાં સુધારો કરાવી શકો છો. જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરી શકો છો. આ તમામ સેવાઓ માટે તમે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો. તમે પોતાના સ્માર્ટફોન દ્વારા કે કોમ્પ્યુટરના માધ્યમથી આ દરેક કાર્ય ઘરે રહીને કરી શકો છો. ETV ભારતે શોધ્યું હતું કે, 11 જેટલી સેવાઓ ઓનલાઇન હોવાની જગ્યાએ 7 જેટલી સેવા જ ઓનલાઇન છે. જ્યારે બીજી તરફ ઓનલાઈન સેવાઓમાં ખાસ કરીને એપોઇન્ટમેન્ટ માટે બે મહિના સુધીનું બુકિંગ ફૂલ થઇ ગયું છે. તેમજ 2020ના વિધાનસભાના ચોમાસુ સત્રમાં કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીમાં RTOની વેબસાઈટ વપરાશકર્તાને અનુકૂળ નથી, તેમ જણાવવામાં આવ્યું છે. ત્યારે તેની અંદર ઘણા સુધારાને અવકાશ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

RTO દ્વારા મહત્વની 7 સર્વિસો ઓનલાઈન હોવાનો દાવો

મહત્ત્વની વાત એ પણ છે કે, સીધી રીતે પ્રોસેસ કરતા ખૂબ જ સમય લાગી જાય છે. જ્યારે RTOમાં ફિઝિકલી જઈને એજન્ટ પાસે કામ કરાવતા થોડાક જ દિવસોમાં તમારું કામ પૂર્ણ થઈ જાય છે, એટલે કે RTOમાં એજન્ટ રાજ છે. તેને ખતમ કરીને RTOની વેબસાઈટને વધુ સુધારવાની જરૂર છે. સાથે-સાથે RTOના ભારણને જોતા નવા સ્ટાફની પણ નિમણૂકની જરૂરિયાત છે.

ABOUT THE AUTHOR

...view details