- કોરોના મહામારીને લઈ મનપાની તૈયારીઓ
- નવા 39 નર્સિંગ હોમ હોસ્પિટલને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે જાહેર કરાયા
- નવા 618 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર્દીઓ માટે બેડની સંખ્યામાં વધારો થાય એ માટેના પ્રયત્નો કરી રહી છે. શહેરમાં હાલ 130થી પણ વધુ ખાનગી હોસ્પિટલો કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે, પરંતુ તેની સામે વધુ બેડની સુવિધા ઉભી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 39 ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે કુલ 618 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના દર્દીની સારવાર માટે 15 ખાનગી કોવિડ કેર સેન્ટર જાહેર કરાયા