- જૈન ધર્મના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ
- નવકાર મંત્રનો જાપ કરવા ઉપધાન તપ કરવું જરૂરી
- 47 દિવસના તપ દરમિયાન બાળકો જીવશે સાદું જીવન
અમદાવાદઃ શહેરમાં વિમલ નમિનાથ આરાધક જૈન સંઘ (Vimal Naminath Aradhak Jain Sangh) અંતર્ગત 63 બાળકો 47 દિવસનું ઉપધાન તપ (Upadhan Tap) કરી રહ્યા છે. જૈન ધર્મમાં નવકાર મંત્રનો જાપ કરવા માટે આ તપ કરવું ખૂબ જ જરૂરી છે. જોકે, નવાઈની વાત એ છે કે, આ 47 દિવસનું તપ કરનારા 63 બાળકો આટલા દિવસ મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી ( stay away from mobile and electricity) દૂર રહેશે. વર્તમાન સમયમાં મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટી (Mobile and electricity) વગર ન રહી શકનારા બાળકો માટે આ ખૂબ જ મોટો પડકાર હશે.
આ પણ વાંચો-કન્યા વિદાય વખતે પૈડું સીંચવાની ધાર્મિક પરંપરા વિશે જાણો...
ઉપધાન તપમાં શું હોય છે?
આ 47 દિવસના તપ (Upadhan Tap) દરમિયાન બાળકો તાપ અને ટાઢને વેઠે છે. 47 દિવસ તેઓ સ્નાન પણ નથી કરતા. જ્યારે 24 કલાકમાં એક જ વખત ભોજન કરવાનું હોય છે. તેમ જ તેઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાણી ગ્રહણ કરી શકે છે. આ ઉપરાંત સ્ત્રી અને પુરુષ એક બીજાને અડી પણ શકતા નથી.
આ તપ શા માટે કરાય છે?