ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ઇમ્પેક્ટઃ વેપારમાં મંદીને કારણે 60 ટકા બજાર બંધ, પ્રખ્યાત રેસ્ટોરેન્ટને પણ ફ્રેન્ચાઇઝીમાં કરવો પડ્યો ઘટાડો - અમદાવાદના તાજા સમાચાર

કોરોનાની અસર આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર રહી છે. એમાં પણ સૌથી વધુ અસર ખાણી-પીણી બજારમાં થઈ છે. પ્રથમ લોકડાઉનના પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કાઓમાં બજાર ઉપર આંશિક પ્રતિબંધને કારણે માઠી અસર પડી છે. પરિણામે બજારની સ્થતિ ખરાબ થઇ છે અને 60 ટકા વેપારીઓએ દુકાનો અને રેસ્ટોરેન્ટ બંધ કરવી પડી છે. આ સાથે જ પ્રખ્યાત ખાણી-પીણી એકમોએ પમ પોતાની ફ્રેન્ચાઇઝી ઘટાડવી પડી છે. હાલના તબક્કામાં ટેકઅવેથી ચાલતો વેપાર પણ ઘટીને માત્ર 20 ટકા જ થઈ ગયો છે.

વેપારમાં મંદીને કારણે 60 ટકા બજાર બંધ
વેપારમાં મંદીને કારણે 60 ટકા બજાર બંધ

By

Published : May 14, 2021, 3:29 PM IST

  • ખાણી-પીણી બજારમાં ટેકઅવેનો વેપાર ઘટીને 20 ટકા પહોંચ્યો
  • વેપાર ન થતાં 60 ટકા વેપાર બંધ
  • પ્રખ્યાત રેસ્ટોરેન્ટને ફ્રેન્ચાઇઝીમાં ઘટાડો કરવો પડ્યો
    વેપારમાં મંદીને કારણે 60 ટકા બજાર બંધ

અમદાવાદઃ બીજા તબક્કાની સ્થિતિને કારણે મોટા ભાગના બજાર બંધ છે. ખાણી-પીણી બજાર પણ બીજા તબક્કામાં બંધ હોવાને કારણે હાલ માત્ર ટેકઅવેથી જ વેપાર થઈ રહ્યો છે. લોકડાઉન સમયે પણ ખાણી-પીણી બજાર બંધ હોવાને કારણે વેપારીઓ ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત વેપાર ઉપર વારંવાર લાગેલા પ્રતિબંધોને કારણે પણ નુકસાન થયું છે. એક તરફ આવકમાં ઘટાડો ત્યારે બીજી તરફ સ્ટાફનો પગાર, રેસ્ટોરેન્ટના ભાડા અને, અન્ય ખર્ચાઓને કારણે વેપાર બંધ કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચોઃ કોરોનામાં લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર

DGPને મળી રાત્રે 12 કલાક સુધી ટેકઅવેની મંજૂરી માગી

આ અંગે ફૂડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નરેન્દ્ર સોમાનીએ ETV Bharatને જણાવ્યું હતું કે, ટેકઅવે વેપારમાં રેસ્ટોરન્ટ અને ખાણી-પીણી બજારને રાત્રે 12 વાગે સુધીની પરવાનગી આપવામાં આવે. હાલ રાત્રે 8 કલાક સુધીની જ મંજૂરી હોવાને કારણે ગ્રાહકો સુધી ઓર્ડર પહોંચાડવામાં મોડું થઈ જાય છે. આ માટે તેમને DGPની મુલાકાત કરી રજૂઆત કરી હતી. તેમણે રજૂવાત કરી હતી કે આ માટે ક્યાંક તો તેમને 12 કલાક સુધી મંજૂરી આપવામાં આવે અથવા તો 8 કલાક બાદ ઓર્ડર ડિલિવરી માટે પાસ આપવામાં આવે.

બજાર બંધ થઈ જવાને કારણે મોટા ભાગના લોકો બેરોજગાર

નરેન્દ્ર સોમાનીનું કહેવું છે કે, હાલ 60 ટકા એકમો બંધ થઈ જવાને કારણે મોટાભાગનો સ્ટાફ બેરોજગાર થયો છે. વળી આ સ્ટાફ બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો હોવાને કારણે તેમને પોતાના વતન જવાની ફરજ પડી છે. આ એક મોટું કારણ છે કે આ બેરોજગારી અહીં દેખાતી નથી.

ABOUT THE AUTHOR

...view details