ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ અગ્નિકાંડ મામલો : રિપોર્ટ સીએમને સોપાયો, 6 ભલામણ સાથે કુલ 46 યુનિટ અમદાવાદમાં સીલ થયા

અમદાવાદના નારોલ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. જે અંગે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા. કમિટીએ આ અંગે તપાસ કરીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રિપોર્ટ સોંપ્યો છે. જેમાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો પણ દર્શાવવામાં આવી છે.

અમદાવાદ અગ્નિકાંડ મામલો : રિપોર્ટ સીએમને સોપાયો, 6 ભલામણ સાથે કુલ 46 યુનિટ અમદાવાદમાં સીલ થયા
અમદાવાદ અગ્નિકાંડ મામલો : રિપોર્ટ સીએમને સોપાયો, 6 ભલામણ સાથે કુલ 46 યુનિટ અમદાવાદમાં સીલ થયા

By

Published : Nov 20, 2020, 7:42 PM IST

  • સીએમ રૂપાણીને અમદાવાદ અગ્નિ કાંડનો રિપોર્ટ સોંપાયો
  • અમદાવાદમાં કુલ 46 જેટલી ફેક્ટરી- કંપનીઓને સીલ કરાઈ
  • સુરતમાં 116 અને જામનગરમાં 355 ગોડાઉનની મુલાકાત કરાઈ

ગાંધીનગર : અમદાવાદના પીપલજ પીરાણા રોડ પર આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણે અનેક લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવ બાદ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે એક ટીમની રચના કરીને તપાસ માટેની સૂચના આપી હતી. શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાની આગેવાની હેઠળ રચાયેલી ટીમે શુક્રવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સમગ્ર અગ્નિકાંડ મામલે રિપોર્ટ તૈયાર કરીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપ્યા છે જેમાં વિવિધ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલ પગલાંની વિગતો પણ દર્શાવવામાં આવી છે.

અમદાવાદ અગ્નિકાંડ મામલો : રિપોર્ટ સીએમને સોપાયો, 6 ભલામણ સાથે કુલ 46 યુનિટ અમદાવાદમાં સીલ થયા

આગ બાદ AMC દ્વારા 46 ગોડાઉન સીલ કરાયા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ છપાયેલા રિપોર્ટ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 46 જેટલા ગોડાઉનો સીલ કરવામાં આવ્યા છે જ્યારે બે એકમોમાં બિનઅધિકૃત બાંધકામ મળી આવતાં કુલ 3850 ચો. ફૂટ નો બિન અધિકૃત કામકાજ બાંધકામ દૂર કરવામાં આવ્યું છે જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હેલ્થ લાઇસન્સ વગર ધંધાકીય પ્રગતિ કરતા 18 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 116 ગોડાઉનની મુલાકાત લેવામાં આવેલી છે જે તમામને ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે જ્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 355 ગોડાઉનની મુલાકાત લેવામાં આવી છે..

કમિટીએ રાજ્ય સરકારને કરેલી ભલામણો

1. જોખમી રસાયણના સંગ્રહ કરતા ગોડાઉનમાં ફરજિયાત એન.ઓ.સી મેળવવાનું રહેશે.

2. ગોડાઉનમાં જોખમી રસાયણ નો સંગ્રહ કરવા માટે સંબંધિત સ્થાનિક સત્તામંડળ અથવા સંલગ્ન વિભાગની મંજૂરી મેળવવાની રહેશે.

3. જોખમી રસાયણના સંગ્રહ કરતા ગોડાઉનમાં ઉપર જણાવેલા ક્રમ 1 અને 2 માં જણાવેલ મંજૂરી અને એન.ઓ.સી મેળવ્યા અંગેની ખાત્રી કર્યા બાદ જ સંબંધિત વીજ કંપનીઓ જોડાણ આપવા અંગેની કાર્યવાહી કરવી પડશે.

4. જોખમી રસાયણના સંગ્રહ વિસ્તારમાં પ્રતિબંધિત જાહેર કરવો.

5. ગોડાઉનમાં કોઈપણ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા થશે નહીં આતો ઉત્પાદન પ્રક્રિયા પર પ્રતિબંધ જાહેર કરવો.

સરકારે તમામ મૃતકોને આપી છે 4 લાખની સહાય

અમદાવાદના પીરાણા ખાતે લાગેલ આગ માં કુલ તીર લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો આ ઘટનાની જાણ રાજ્ય સરકારને થતા રાજ્યના મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી પ્રત્યેક મૃતકોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. જે બેન્ક ખાતામાં જમા થઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવ્યું હતું. સૌથી વધુ જામનગર જિલ્લામાં 400 જેટલા ગોડાઉનમાં તપાસ થઈ, સૌથી ઓછી તપાસ દેવભૂમિ દ્વારકમાં થઈ છે.

મહાનગરોમાં ગોડાઉન તપાસ

રાજ્ય સરકારને જમા થયેલા રિપોર્ટમાં સૌથી વધારે જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા કુલ 400 જેટલા ગોડાઉન ની તપાસ કરવામાં આવી છે. જ્યારે સૌથી ઓછી તાપી જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ડાંગ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એક પણ ગોડાઉન ની તપાસ કરવામાં આવી નથી જ્યારે સુરતમાં 181 જેટલા એકમો અમદાવાદમાં 290 એકમો, અંકલેશ્વરમાં 50, વલસાડમાં 56 બરોડામાં 50 સુરેન્દ્રનગર 72 રાજકોટ શેઠ પોરબંદર 20 મોરબી 11 ગાંધીનગર 55 ભાવનગરમાં 32 એકમોની તપાસ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details