- કોર્પોરેશનનું સ્લમ વિસ્તારમાં 'તેલના પાઉચ' અને 'લકી ડ્રો સિસ્ટમ' થકી પ્રોત્સાહન
- લગ્ન પ્રસંગ અને પાર્ટી પ્લોટમાં રોજના 200 લોકોને વેક્સિનના ડોઝ
- ઓમિક્રોનના ભય વચ્ચે 6000 લોકોનું રોજ થાય છે ટેસ્ટીંગ
અમદાવાદ: મોટી સંખ્યામાં વેક્સિનનો બીજો ડોઝ (Ahmedabad second dose of the vaccine) લેવાનો બાકી છે, ત્યારે બીજા ડોઝનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં હજુ પણ અમદાવાદકોર્પોરેશન 30% પાછળ છે. આગામી સમયમાં બન્ને ડોઝ ટાર્ગેટ પ્રમાણે સો ટકા પૂર્ણ થયા બાદ બૂસ્ટર ડોઝ આવવાની કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે, ત્યારે વેક્સિન લેવામાં લોકો ગંભીર નથી. કોરાના જાણે ભૂલાઈ જ ગયો હોય તેમ વેક્સિન પ્રતિ ગંભીરતા (Seriousness of vaccine in India) પણ ઘટી રહી છે. તો વિદેશથી આવતા લોકો હોમ આઇસોલેટ રહેવાના નિયમોનું ઉલ્લઘન કરી રહ્યા છે. જેમની સામે કોર્પોરેશને પણ લાલ આંખ કરી છે અને કેટલાક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
10 લોકો સામે પોલીસ ફરિયાદ
આ અંગે વધુમાં જણાવતા કોર્પોરેશન હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ કહ્યું કે, જે લોકો હાઈ રિસ્ક દેશોમાંથી અમદાવાદ એરપોર્ટ પર આવે છે, તે લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. તેમને 7 દિવસ માટે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ વિઝીટ કરી તેમને કોઈ હેલ્થને લગતી મુશ્કેલી નથી તે બાબતે તપાસ કરવામાં આવે છે. જેમાં કેટલાક લોકોએ હોમ આઇસોલેશનમાં સાત દિવસનો નિયમ તોડ્યો હતો તેવા 10 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાંથી કોઈ પ્રસંગ માટે ગયા હતા તો કોઈ અન્ય કોઈ કામ માટે બહાર ગયા હતા અને તેમણે આ નિયમનું પાલન કર્યું નહોતું.
અમદાવાદમાં 30 ટકા જેટલા લોકો બીજો ડોઝ લેવામાં બાકી