ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઈકોર્ટના 6 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

ગુજરાત હાઇકોર્ટના જ્યુડિશિયલ વિભાગમાં કામ કરતા કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ શનિવારે નવા 6 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ હાઇકોર્ટના કુલ 7 કર્મચારી કોરોના પોઝિટિવ થયા છે.

6 employees of the High Court reported corona positive
હાઈકોર્ટના 6 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

By

Published : Jul 4, 2020, 6:36 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના જ્યુડિશિયલ વિભાગમાં કામ કરતા કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ શનિવારે નવા 6 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ હાઇકોર્ટના કુલ 7 કર્મચારી કોરોના પોઝિટિવ થયા છે.

અગાઉ જ્યુડિશિયલ વિભાગના CFCમાં કામ કરનાર કર્મચારીના કોરોના પોઝિટિવ બાદ અન્ય 6 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટ પરિસરમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે. આ તમામ કર્મચારીઓને મેડિકલ સારવાર લેવાની પણ હાઈકોર્ટ તરફથી ભલામણ કરવામાં આવી છે. નોંધનીય છે કે સોમવારથી હાઈકોર્ટ વધુ બેન્ચ સાથે સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી. જો કે, શનિવારે નવા 6 કેસ આવતા હવે ફરીવાર શું નિણર્ય લેવામાં આવશે તેના પર હાલ સસ્પેન્સ છે.

હાઇકોર્ટે સાવચેતીના ભાગરૂપે આ તમામ કર્મચારીઓના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓને હોમ-ક્વોરન્ટાઇન થવાનો ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા આદેશ કરાતા હવે નવા સ્ટાફ થકી કામગીરી કરવામાં આવશે કે કેમ એ અંગે હાલ કોઈ નિણર્ય લેવાયો નથી.ગુજરાત હાઇકોર્ટની રજીસ્ટ્રીએ કોરોના પોઝિટિવ વ્યક્તિની સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ-ક્વોરન્ટાઇન અને ડોક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details