ગુજરાત

gujarat

ETV Bharat / city

માસ્ક ન પહેરવાં-થૂંકવા બદલ બે દિ'માં 5,445 લોકો દંડાયાં, AMC કમાઈ 10.89 લાખ

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માસ્ક પહેરવા અને જાહેરમાં ન થૂંકવા અંગે આદેશ આપ્યાં હતાં. જોકે પાછલાં બે દિવસમાં શહેરમાં આ નિયમનો ભંગ કરનાર 5,445 લોકો પાસેથી 10.89 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સૌથી વધુ દંડ મણિનગર, દાણીલીમડા, ઇસનપુર જેવા મોટા વિસ્તાર ધરાવતાં દક્ષિણ ઝોનમાંથી વસૂલવામાં આવ્યાં છે.

માસ્ક ન પહેરવાં-થૂંકવા બદલ બે દિ'માં 5,445 લોકો દંડાયાં, AMC કમાઈ 10.89 લાખ
માસ્ક ન પહેરવાં-થૂંકવા બદલ બે દિ'માં 5,445 લોકો દંડાયાં, AMC કમાઈ 10.89 લાખ

By

Published : Jun 20, 2020, 3:10 PM IST

અમદાવાદ :અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનાર 5,445 નાગરિકો પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બે દિવસમાં 10.89 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે, જે પૈકી દક્ષિણ ઝોનમાં 1,085 લોકો પાસેથી બે દિવસમાં 2.17 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સૌથી ઓછો દંડ સરખેજ, બોપલ-ઘુમા, શીલજ જેવા વિસ્તાર દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વસૂલવામાં આવ્યો છે ત્યાં બે દિવસમાં માત્ર 354 લોકો જ નિયમો ભંગ કરતાં નજરે પડ્યાં હતાં અને તેમના પાસેથી 70,800 રૂપિયાનો દંડ વસૂલાયો હતો.

માસ્ક ન પહેરવાં-થૂંકવા બદલ બે દિ'માં 5,445 લોકો દંડાયાં, AMC કમાઈ 10.89 લાખ
માસ્ક ન પહેરવાં-થૂંકવા બદલ બે દિ'માં 5,445 લોકો દંડાયાં, AMC કમાઈ 10.89 લાખ
અમદાવાદના પૂર્વ ઝોનમાં 18મી અને 19મી જૂનના રોજ આમ કુલ બે દિવસમાં 1009 લોકો જાહેરમાં થૂંકતા અથવા માસ્ક વગર રખડતાં જોવા મળ્યાં હતાં અને તેમના પાસેથી 2.01 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પૂર્વ વિસ્તારમાં નારોલથી નરોડા સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઝોનમાં બે દિવસમાં 1069 લોકોને નિયમોનું ઉલ્લંઘન કરતા પકડ્યાં હતાં અને તેમના પાસેથી 2.13 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

મીઠાખળી, લૉગાર્ડન, પાલડી સહિતનો વિસ્તાર પશ્ચિમ અમદાવાદમાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 151 ટીમે શહેરમાં કોરોના મહામારીને લગતાં સામાન્ય નિયમોનું પાલન ન કરનાર લોકો પાસેથી દંડ વસૂલ્યાં હતાં. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ સમગ્ર ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details