- અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગાઇડલાઈડનો ભંગ કરતા યુનિટ કરાયા સિલ
- થલતેજની એક્સિસ બેન્કને પણ કરાઈ સિલ
- કુલ 5 કંપનીને કોર્પોરેશને સિલ કરી
અમદાવાદઃ રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ સંક્રમણ ના ફેલાઇ તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ અમુક સંસ્થાઓ દ્વારા હજુ સુધી નિયમોનુ પાલન કરવામાં આવી નથી રહ્યું, ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એકસિસ બેન્ક સહિતની કુલ 5 સંસ્થાઓને અમદાવાદ કોર્પોરેશન દ્વારા સિલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે 17 ચા-પાનની દુકાનો અને હોટેલોને 7 દિવસ માટે સીલ
કઇ સંસ્થાઓ સિલ કરાઈ
- એક્સિસ બેન્ક (હેલ્પ ડેસ્ક) થલતેજ
- મેસર્સ સી એન્ડ એસ, SG હાઇવે
- ગેલોપ્સ ઓટોહોસ પ્રાં.લી. મકરબા
- રિધ્ઘિ કો. સર્વિસીસ સરદાર પટેલ મોલ, નિકોલ
- ક્રિષ્ના ડાયમંડસ જડેશ્વર કોમ્પલેક્ષ, વસ્ત્રાલ