ગુજરાત

gujarat

ETV Bharat / city

માલિકના એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલી 5 લાખ ઉપાડી લેનાર શખ્સ ઝડપાયો - મોબાઈલ

બેન્કના ખતાધારકના એકાઉન્ટમાં પોતાનો મોબાઈલ નંબર એડ કરાવી બેન્કના તમામ OTP નો ઉપયોગ કરી 6 મહિનામાં ટુકડે-ટુકડે 5 લાખથી વધુ રૂપિયા ઉપાડી લેનાર આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડયો છે.

માલિકના એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલી 5 લાખ ઉપાડી લેનાર ઝડપાયો
માલિકના એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલી 5 લાખ ઉપાડી લેનાર ઝડપાયો

By

Published : Jun 18, 2020, 8:24 PM IST

અમદાવાદઃ વિગતે વાત કરીએ તો બાપુનગરમાં રહેતાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની બેન્કની પાસબુકમાં એન્ટ્રી પડાવી ત્યારે તેમાં 15-10-18થી 6-4-19સુધી 5,36,973 રૂપિયા કોઇ અજાણ્યા ઇસમો તેમની જાણ બહાર ઉપાડી લીધાં હતાં. જે મામલે સાયબર ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ તપાસ શરૂ કરી હતી જ્યારે બેંકમાં આ અંગે તપાસ કરી ત્યારે બેંક તરફથી જાણવા મળ્યું હતું કે ફરિયાદીએ આપેલા મોબાઈલ નંબર બાદ કોઈએ તેમના એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલાવી દીધેલા છે અને બેંકના OTP તેના પર જાય છે.

આરોપીએ ટુકડે ટુકડે 5 લાખથી વધુ રોકડ ઉપાડી લીધી છે. સાયબર ક્રાઇમ ટેકનિકલ એનાલિસિસ કરીને ભરત પંચાલ નામના આરોપીએ જે સરસપુરમાં રહે છે તેની ધરપકડ કરી છે. આરોપીએ બીબીએ મેનેજમેન્ટ સુધી અભ્યાસ કરેલો છે. અગાઉ આરોપી ફરિયાદીની કે.પી. ટ્રેડસ નામની કરિયાણાની દુકાનમાં બિલ બનાવવાનું કામ કરતો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદીના બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલી ફરિયાદીના ATMનો પિન પણ બદલી 5 લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી.સાયબર ક્રાઇમ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details