- રાત્રિ કર્ફયુંના ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરી
- તલવારથી કેક કાપતો વિડીયો વાઇરલ
- 10 કે તેથી વધુ જેટલા લોકો ત્યાં હાજર હતા
અમદાવાદ : શહેરમાં તલવાર વડે કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જે મામલે પોલીસે ગુનાં પણ નોંધ્યા છે. ત્યારે રામોલમાં પણ રાત્રિ કર્ફ્યું દરમિયાન કેક કાપવાનો વિડીયો સામે આવ્યો હતો. જન્મ દિવસની ઉજવણીમાં પોલીસકર્મીઓની પણ હાજરી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે રામોલ પોલીસે ગુનો નોંધીને 5 આરોપીની ધરપકડ કરી છે.