ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 449 લોકોએ રસી લીધી

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્ટાફ સહિત કોમોર્બોડીટીઝના કુલ-449 લોકોએ રસી લીધી હતી.

અમદાવાદમાં રસીકરણ પુરજોશમાં શરૂ
અમદાવાદમાં રસીકરણ પુરજોશમાં શરૂ

By

Published : Mar 24, 2021, 10:36 PM IST

  • અમદાવાદમાં રસીકરણ પુરજોશમાં શરૂ
  • સિવિલ હોસ્પિટલમાં રસીકરણ કાર્યક્રમ યોજાયો
  • સ્ટાફ સહિત કોમોર્બોડીટીઝના કુલ-449 લોકોએ રસી લીધી

અમદાવાદ: જિલ્લાની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં બુધવારે હોસ્પિટલના 34 હેલ્થકેર વર્કરોને પ્રથમ ડોઝ, જ્યારે 80 હેલ્થકેર વર્કરોને દ્વિતીય ડોઝ એમ કુલ-114 હેલ્થકેર વર્કરોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોમોર્બોડીટી ધરાવતા 27 વ્યક્તિઓ અને 47 વરિષ્ઠ નાગરિકોને પણ રસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં સિનિયર સિટીઝન સહિત 1.5 લાખ લોકોએ કોરોના વેક્સિન લીધી

કુલ-94 લોકોને રસી આપી

સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચમાં પણ રસીકરણ કરવામાં આવ્યું હતું. અહીં કુલ-94 લોકોને રસી આપવામાં આવી. જેમાં 51 હેલ્થકેર વર્કરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 45થી 60 વર્ષની વચ્ચેની વય અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 14 લોકોને રસી આપવામાં આવી. જ્યારે 60થી વધુ વય ધરાવતા 27 વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી.

આ પણ વાંચો:ભરૂચ જિલ્લામાં પુરજોશમાં થઇ રહ્યું છે કોરોનાનું રસીકરણ

કોરોના રસીકરણ કરાવીને લોકોએ સલામતીનો સંદેશ આપ્યો

કિડની રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે 155 લોકોને રસી આપવામાં આવી. જેમાંથી 18 સિનિયર સિટીઝનો, અને 45થી વધુ વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 136 લોકોએ કોરોના રસીકરણ કરાવીને સલામતીનો સંદેશ આપ્યો હતો. વધુમાં ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતેના કોરોના રસીકરણ કેન્દ્રમાં 12 વ્યક્તિઓએ કોરોના રસીકરણ કરાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details