ગુજરાત

gujarat

ETV Bharat / city

મે મહિનામાં કેસમાં ઘટાડો થવાની શક્યતા: વિજય નહેરા

અમદાવાદમાં કેસોનો ઉત્તરોત્તર વધારો થયો છે. ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ નિવેદન આપ્યું કે ગઈકાલ સવારથી અત્યાર સુધીમાં 29 લોકો સાજા થયાં છે. 241 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં 2016 એક્ટિવ કેસો છે. મે મહિનામાં કોરોનાનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થશે.

48માંથી 42 વોર્ડ રેડ ઝોનમાં: વિજય નહેરા
48માંથી 42 વોર્ડ રેડ ઝોનમાં: વિજય નહેરા

By

Published : Apr 28, 2020, 4:46 PM IST

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે.હાલમાં અમદાવાદમાં 2364 કુલ કેસો નોંધાયાં છે. જ્યારે મૃત્યુ આંક 107 પર પહોંચ્યો છે. સાથે ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા 241 પર પહોંચી છે. વિજય નેહરાએ વધુમાં જણાવ્યું કે AMC ની વેબસાઈટ પર Covid-19 અંગેની તમામ માહિતી મળશે. જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત 6 વિસ્તાર રેડ ઝોનમાં અને બાકીના 42 ઓરેન્જ ઝોનમાં છે. ત્યારે અમદાવાદમાં પણ કેસોનો ઉત્તરો ઉત્તર વધારો થયો છે. ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ નિવેદન આપ્યું કે ગઈ કાલ સવારથી અત્યાર સુધીમાં 29 લોકો સાજા થયા છે. 241 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં 2016 એક્ટિવ કેસો છે. મે મહિનામાં કોરોનાનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થશે.

48માંથી 42 વોર્ડ રેડ ઝોનમાં: વિજય નહેરા
એસવીપી 748 કેસોસિવિલ 533 કેસો એસસીજી 14 સ્ટર્લિંગં હોસ્પિટલ 21 કેસો સમરસ હોસ્ટલ 649 કેસો ચાલુ મહિનાના પ્રથમ અઠવાડિયામાં 6 લાખથી વધારે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જ્યારે બીજા અઠવાડિયામાં 7 લાખ 93 હજાર ઘરમાં સર્વેક્ષણ કર્યુ છે. ત્રીજા અઠવાડિયામાં 6 લાખ 74 હજાર ઘરોમાં સર્વેક્ષણ કર્યુ 7874 સેમ્પલ લીધા હતાં. ચોથા અઠવાડિયામાં 5 લાખમાં ઘરમાં 22 લાખ વસ્તીનુ સ્ક્રીનિંગ કર્યુ છે. 290 પોઝિટિવ કેસ શોધી કાઢવામાં આવ્યાં છે. સાથે સાથે દરરોજની 670 ટીમ ફિલ્ડમાં કામ કરે છે. 4 લાખ 33 હજાર વસતીનું સર્વેક્ષણ થઈ રહ્યું છે. મોટા પાયે કેસ શોધી કાઢવામાં આવ્યાં છે. આપણે હવે કેસ ડબલિંગ રેટ જે 3 થી 4 દિવસનો હતો તેને 8માં દિવસે પહોંચાડી રહ્યાં છે.18220 સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાંથી 1263 જેટલા કેસ શોધી કાઢવામાં આવ્યાં છે. જે લોકોને બીજી બીમારીઓ છે તેમને ઈન્ફેક્શનથી બચાવવા જોઈએ. દરેક વૃદ્ધને પ્રોટેક્ટ કરવાની જવાબદારી પરિવારના દરેક સભ્યોએ લેવાની છે.

ABOUT THE AUTHOR

...view details