- ઘરમાં ઘુસી મોબાઇલની લૂંટ કરનાર ઉત્તરપ્રદેશની ગેંગની મેઘાણીનગર પોલીસે ધરપકડ કરી
- એકલ દોકલ વ્યક્તિને હથિયાર બતાવી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરતા
- પોલીસે મોબાઈલ ચોરીના 13 જેટલા ગુનાના ભેદ પોલીસે ઉકેલ્યા
અમદાવાદઃમેઘાણીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં 25મેના રોજ બે શખ્સ ઘુસી મોબાઇલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે લૂંટની તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી
પોલીસે ઘરમાં ઘુસી હાજર ચાર શખ્સને પકડી લીધા
સર્વેલન્સ સ્ક્વોડના PSI આર.ડી જાડેજા અને ટીમને બાતમી મળી હતી કે, મોબાઈલ લૂંટ કરનાર આરોપીઓ પુષ્પાનગર ગલી નંબર A-10માં છુપાયા છે. જેથી સર્વેલન્સ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘરમાં પહોંચી હતી. ઘરની નીચે તાળું મારેલું હતું, પરંતુ ઉપરના રૂમમાં દરવાજો ખુલ્લો હતો. જેથી પોલીસે ઘરમાં ઘુસી હાજર ચાર શખ્સને પકડી લીધા હતા.