- અમદાવાદમાં બાઈકની ચોરી કરનારા ઝડપાયા
- ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન 4 ચોરને ઝડપી પાડ્યા
- પોલીસે 21 બાઈક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન 4 ચોરને ઝડપી પાડયા છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરના ગોતા વિસ્તારમાં 4 ચોર છે. જેઓએ શહેરમાં અનેક વાહન ચોરીને અંજામ આપ્યા છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે હનુમંત સિંગ, દિનેશ સિંહ, રાહુલ ચૌહાણ, લક્ષ્મણ કુમારને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 21 બાઈક કબ્જે કર્યા હતા.