ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ લાવનારા 4 આરોપીને ઝડપી લેવાયાં - ક્રાઈમ

ગુજરાત રાજ્યમાં વધી રહેલી ડ્રગ્સની બદીને દૂર કરવા પોલીસ સક્રિય થઈ છે. અગાઉ મુંબઇ લાઇનથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવતો હતો. જે ગુજરાતના અલગઅલગ ખુણા સુધીમાં ડ્રગ્સનો જથ્થો પહોંચતો હતો. ત્યારે હવે રાજસ્થાન લાઈન ડ્રગ્સ માફિયાઓએ શરૂ કરી છે અને રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ લઈને આવનારા ચાર ઇસમોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયાં છે .

રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ લાવનાર 4 આરોપીને ઝડપી લેવાયાં
રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ લાવનાર 4 આરોપીને ઝડપી લેવાયાં

By

Published : Aug 14, 2020, 6:22 PM IST

અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ધ્યાન ઓપરેશન કરીને સિદ્ધપુર પાસેથી ડ્રગ્સ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ અલગઅલગ રૂટ મારફતે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ પોલીસે એમડી ડ્રગ્સ અને અફીણ સપ્લાય કરતાં સુરેશ ઠક્કર, જગદીશ માળી,ખેમરામ અને ઇમરાન શેખની ધરપકડ કરી છે.

રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ લાવનાર 4 આરોપીને ઝડપી લેવાયાં
આરોપીઓ પાસેથી 245 ગ્રામ એમડી ડ્રગ્સ અને 488 ગ્રામ અફીણનો જથ્થો તથા મોબાઈલ ફોન, રોકડા અને બે કાર કબજે કરવામાં આવી છે. આરોપીઓ સિદ્ધપુર પાસે એક હોટેલમાં ભેગા થયાં હતાં જ્યાં ડ્રગ્સનો જથ્થો એકબીજાને આપી રહ્યાં હતાં તે સમયે તમામને ઝડપી પાડયાં હતાં.
રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ લાવનાર 4 આરોપીને ઝડપી લેવાયાં
હાલ તમામ આરોપીઓને કોરાના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે અને આ ડ્રગ્સ તથા અફીણ ક્યાંથી લાવ્યાં હતાં અને કોને આપવાના હતાં તે અંગે તથા કેટલાક સમયથી અને અગાઉ કેટલીવાર ડ્રગ્સ અને અફીણનો સપ્લાય કરી ચૂક્યાં છે તે બાબતે પૂછપરછ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details