ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંઝા હાઉવે પર પેસેન્જરના હીરા ચોરનાર ગેંગ ઝડપાઈ - વટવામાં ચોરી

અમદાવાદના વટવા ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપનાર ચારેય શખ્સોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીઓ પાસેથી 80 કેરેટના 5 લાખ 62 હજાર, અને 4 લાખની ઇકો કાર અને 2 લાખની રીક્ષા મળી કુલ 11 લાખ 62 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંઝા હાઉવે પર પેસેન્જરના હીરા ચોરનાર ગેંગ ઝડપાઈ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંઝા હાઉવે પર પેસેન્જરના હીરા ચોરનાર ગેંગ ઝડપાઈ

By

Published : Jun 1, 2021, 4:21 PM IST

  • ડાયમંડ, ઇકો કાર અને રીક્ષા મળી કુલ 11.62 લાખનો મુદ્દામાલ જપ્ત
  • હીરાની ચોરી કરનાર 4 લૂંટારું વટવાથી ઝડપાયા
  • ચારેય શખ્સોને ટ્રાન્સફર વોરંટથી ઊંઝા પોલીસને તપાસ માટે સોપાશે

અમદાવાદ: વટવામાં ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપનાર શખ્સો હોવાની બાતમી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી ઇકો કારમાં આવતા 4 શખ્સોને પકડી પૂછપરછ કરવામાં આવતા ચારેય શખ્સોએ પોતાનું નામ જણાવતા દિનકર રાજપૂત, મહમદ યુસુફ શેખ, નાસિર ઉર્ફે બાબા સૈયદ અને અશરફ ઉર્ફે મુન્નો શેખ જણાવવામાં આવ્યું હતું. જેઓએ પોલીસની તપાસમાં પોતે મહેસાણા પાલનપુર હાઇવે પર સુરતના ભયચંદ ઠક્કર નામના વેપારીના 3 માસ અગાઉ હીરા ચોરી કરી હોવાની કબૂલાત કરેલી હતી. ત્યારે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તમામ 4 શખ્સોને ઝડપી પાડી 80 કેરેટના 5 લાખ 62 હજાર, અને 4 લાખની ઇકો કાર અને 2 લાખની રીક્ષા મળી કુલ 11 લાખ 62 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો:અમદાવાદમાંથી નકલી નાગા બાવાની ગેંગ ઝડપાઇ

ટ્રાન્સફર વોરંટ આધારે ઊંઝા પોલીસને આરોપીઓ સોપાશે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા 4 લૂંચારુ શખ્સોને ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખોના હીરાની ચોરી કરી હોવાના આરોપમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આ ચારેય શખ્સોને ટ્રાન્સફર વોરંટથી ઊંઝા લાવવામાં આવશે. તો હાલમાં મળતી માહિતી મુજબ આ શખ્સો ઇકો કારમાં ભાડે પેસેન્જર બેસાડી મળીને પેસેન્જરો સાથે ચોરી કે લૂંટ કરતા હતા. ત્યારે, વધુ કેટલા લોકોને તેમની ગુનાહિત પ્રવૃતિઓના શિકાર બનાવ્યા છે તે પોલીસની વધુ તપાસમાં જ બહાર આવશે.

આ પણ વાંચો:વટવામાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ મામલે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details