ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ એસ. ટી. નિગમની વધારાની 34 સર્વિસ આવતીકાલથી શરૂ - અનલોક

લોકડાઉન દરમિયાન કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એસ. ટી નિગમ દ્વારા બસ સેવા બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ અનલોક દરમિયાન એસટીની સેવાઓ શરૂ કરવામાં આવી હતી. હવે આવતીકાલે બુધવારથી વધારાની 34 રૂટની સર્વિસ ચાલુ કરવા માટે એસટી નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

એસ. ટી. નિગમની વધારાની 34 સર્વિસ આવતીકાલથી શરૂ
એસ. ટી. નિગમની વધારાની 34 સર્વિસ આવતીકાલથી શરૂ

By

Published : Nov 3, 2020, 8:22 PM IST

  • ગુરુવારથી એસ. ટી.ની વધારાની સર્વિસ શરૂ કરાશે
  • વધુ 34 રુટ એસ. ટી દ્વારા કાર્યરત થશે
  • 8 રૂટ વોલ્વો, 16 રૂટ સ્લીપર, 10 રૂટ ની વોલ્વો સ્લીપર સેવા શરૂ કરાશે
  • 4 નવેમ્બરથી 154 એસ.ટીના વાહનો રૂટ પર કાર્યરત થશે

    અમદાવાદઃ અમદાવાદ સહિત અનેક જગ્યાએથી આઠ જેટલા રૂટો પર એસટી નિગમની વોલ્વો સર્વિસ આવતીકાલે ગુરુવારથી શરૂ થશે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સુરત ભૂજ અને રાજકોટ માટેની વોલ્વો સર્વિસ શરૂ થશે.
    8 રૂટ વોલ્વો, 16 રૂટ સ્લીપર, 10 રૂટ ની વોલ્વો સ્લીપર સેવા શરૂ કરાશે

    દસ જેટલી વોલ્વો સ્લીપર બસ પણ આવતીકાલથી સંચાલન કરવામાં આવશે એટલે વાહન વ્યવહારને વેગ મળશે. સાથે જ પ્રવાસીઓને પણ કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારનું આયોજન ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા હાલ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details