- બુલેટ ટ્રેનને લઈ જમીન સંપાદન સામે હાઈકોર્ટમાં અરજી
- સરકાર પુનર્વસનની સુવિધા આપે તેવી કરાઈ માગ
- આગામી ગુરૂવારે કરવામાં આવશે સુનાવણી
અમદાવાદઃ મુંબઈ અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) અવારનવાર વિવાદમાં સપડાય છે. ત્યારે હેવ આ પ્રોજેક્ટ ( Bullet Train Project )માટે જમીન સંપાદનમાં અહીંની વસાહતમાંથી 318 લોકો હાઈકોર્ટની શરણે ગયા છે. તેમણે કોર્ટમાં અરજી કરી સરકારને પુનર્વસનની વ્યવસ્થાનો આદેશ આપવા માગ કરી હતી. કોર્ટે આ અરજીની આગોતરી નકલો વેસ્ટર્ન રેલ્વે (ડબલ્યુઆર) નેશનલ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન, અમલ કરનારા અધિકારીને આપવાનો નિર્દેશ કર્યો હતો. આગામી ગુરૂવારે હાઇકોર્ટે આ મામલે સુનાવણી કરશે.
આ પણ વાંચો-કોરોનાને કારણે ફેમિલી કોર્ટમાં સેક્સ્યુઅલ એબ્યુઝ, ઘરેલુ હિંસાનું પ્રમાણ વધ્યુંઃ એડવોકેટ સોનલ જોશી