ગુજરાત

gujarat

ETV Bharat / city

મતદાન જાગૃતિ ઝુંબેશમાં એક દિવસમાં 30,300 નાગરિકો જોડાયા, ઈન્ડિયા બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યું - Ahmedabad Municipal Corporation

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં એક દિવસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી 30,300 નાગરિકો જોડાયા હતા. જેને ઈન્ડિયા બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યું છે.

મતદાન જાગૃતિ ઝુંબેશમાં એક દિવસમાં 30,300 નાગરિકો જોડાયા
મતદાન જાગૃતિ ઝુંબેશમાં એક દિવસમાં 30,300 નાગરિકો જોડાયા

By

Published : Feb 17, 2021, 10:09 PM IST

  • મતદાન જાગૃતિ ઝુંબેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી 30,300 નાગરિકો જોડાયા
  • 18 ફેબ્રુઆરીએ ઈન્ડિયા બુક ઓફ રેકર્ડનું પ્રમાણપત્ર એનાયત થશે
  • કલેક્ટરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2021 સંદર્ભે "સ્વેપ "મતદાન જાગરૂકતા પ્રોગામ અંતર્ગત જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તારીખ 21 ફેબ્રુઆરીના રોજ વધુમાં વધુ નૈતિક મતદાન થાય તે દિશામાં વૈવિધ્યસભર કાર્યક્રમો સમ્રગ અમદાવાદમાં નિરંતર કાર્યરત થઈ રહ્યા છે. આ અંતર્ગત જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ હું અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ 21 ફેબ્રુઆરી, 2021ના રોજ અચૂક નૈતિક મતદાન કરીશ અને અન્યોને પણ નૈતિક મતદાન કરવા પ્રેરિત કરીશ, અમદાવાદ કરશે મતદાન, તે ટેગલાઇન હેઠળ ઈ-સંકલ્પ અભિયાન સોશિયલ મિડિયાના વિવિધ માધ્યમો અને ગુગલ ફોર્મના આધારે કાર્યરત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય મતદાતા દિવસે સોશિયલ મિડિયાના માધ્યમોથી ઝુંબેશમાં લોકો જોડાયા

તારીખ 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસે ગુગલ ફોર્મ તેમજ સોશિયલ મિડિયાના માધ્યમોથી એક જ દિવસે 30,300 નાગરિકો આ અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાનને વિશ્વ રેકોર્ડ તરીકે ઇન્ડીયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ એવોર્ડનો એનાયત સમારોહ 18 ફેબ્રુઆરીએ સેનેટ હોલ, ગુજરાત યુનિવર્સીટીમાં જિલ્લા કલેકટર, અધિક નિવાસી કલેક્ટર, કુલપતિ, ઉપકુલપતિ સહિત સ્વેપના વિવિધ લાયઝન ઓફિસર અને જિલ્લા શિક્ષણા અધિકારી સહિત પ્રથમ વખતના મતદારોની ઉપસ્થિતિમાં સવારે 11 વાગ્યે યોજાશે. આ સમારોહમાં વિશ્વ રેકોર્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details