અમદાવાદ: શહેરમાં એક તરફ ઝૂંપડ્ડીઓ તોડી પાડવા મ્યુનિસિપલ તંત્રએ નોટિસનો દોર શરૂ કર્યો છે, ત્યારે શહેરમાં વિવિધ વિસ્તારમાંથી 300થી વધુ મહિલાઓ બાળકો અને પુરૂષોએ બપોરે ત્રણ વાગ્યાથી મોડી રાત સુધી બેસીને દેખાવો કર્યો હતો. જેમાં મહિલાઓ થાળી અને ચમચી વગાડી તેમજ પુરૂષોએ વિવિધ બેનર બતાવી દેખાવ કર્યો હતો.
અમદાવાદ: ઝૂંપડપટ્ટી ન હટાવવા 300 લોકોએ કરી માગ, મ્યુનિસિપલ કચેરી બહાર બેસી રહ્યાં - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદમાં મજૂર અધિકારી મંચના નેજા હેઠળ રેલીનું આયોજન કરાયું હતું. જે બાદ 300 જેટલા મજૂરોએ વિરોઘ કર્યો હતો. તેમની માગ હતી કે, મજૂરોને રહેવા માટે હોસ્ટેલ જેવી વ્યવસ્થા આપવી જોઈએ.
મજૂર અધિકાર મંચના નેજા હેઠળ આવેલા ઝુપડા વાસીઓ સારંગપુરથી રેલી કાઢી હતી. તેમની માગ હતી કે, તેમને યોગ્ય વિકલ્પ આપવામાં આવે. સામાન્ય રીતે મજૂરી કામ માટે દાહોદ વિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી આદિવાસી નાગરિકો પરિવાર સાથે આવતા હોય છે. તેઓ પરિવાર સાથે આવવાને કારણે તેમને નિયમિત હોસ્ટેલ જેવી વ્યવસ્થા કરી આપવી જોઈએ. આ રેલીને બહાર આવી તેમના પ્રશ્નો બાબતે યોગ્ય જવાબ આપવા માટે સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, ત્યારે અધિકારીઓએ તેમની સાથે ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી મોડી રાત સુધી બાળકો સાથે મહિલાઓ દાણાપીઠ કચેરીએ બેસી રહ્યાં હતા.