ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના માધુપુરા વિસ્તારના એક ગોડાઉનમાંથી ૩૦૦ કિલો નકલી મરચું ઝડપાયું - ૩૦૦ કિલો નકલી મરચું

અમદાવાદઃ ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદીમાં કરોડો રૂપિયાનું ઊંધિયું અને જલેબી બનશે ત્યારે આ વસ્તુની બનાવટમાં વપરાતા મસાલા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરના માધુપુરા વિસ્તારમાંથી નકલી મરચું ઝડપાયું છે. ગુરૂવારે કોર્પોરેશનના ફૂડ વિભાગની કાર્યવાહીમાં 300 કિલો નકલી મરચું ઝપ્ત કરવામાં આવ્યું હતું.

300 kg of Duplicate chili
૩૦૦ કિલો નકલી મરચું ઝડપાયું

By

Published : Jan 10, 2020, 2:17 AM IST

Updated : Jan 10, 2020, 2:07 PM IST

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અગાઉ પણ વેપારી પાસે નકલી મરચું ઝડપાયું હતું જેની આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરાઈ છે. જયમતાજી ટ્રેડર્સ નકલી મરચું ઝડપાયું છે. વિક્રમ થવાની નામના શખ્સ દ્વારા ગોડાઉનમાં મરચું બનાવાતું હતું. કોર્પોરેશન દ્વારા ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે અને મરચાના સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.

૩૦૦ કિલો નકલી મરચું ઝડપાયું
Last Updated : Jan 10, 2020, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details