ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના 3.41 કરોડ લોકોને Free સરકારી અનાજનો લાભ મળશે - ઘઉં

'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' માર્ચ - 2020 માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ કોરોનાને કારણે ઉત્પન્ન થયેલી આર્થિક સમસ્યાઓથી પીડાતા નિર્ધન લોકોને નિઃશુલ્ક અનાજ ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત દર મહિને પાંચ કિલો અનાજ નિર્ધન વ્યક્તિઓને ઉપલબ્ધ કરાવવાનો છે, જે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત આવે છે. પાંચ કિલો અનાજમાં 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા પ્રતિ વ્યક્તિને Free અપાશે. આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓની ઓળખ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના 3.41 કરોડ લોકોને Free સરકારી અનાજનો લાભ મળશે
ગુજરાતના 3.41 કરોડ લોકોને Free સરકારી અનાજનો લાભ મળશે

By

Published : Jul 5, 2021, 6:03 PM IST

● પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને અનાજ Freeવિતરિત થશે

● જુલાઈથી નવેમ્બર માસ સુધી થશે વિતરણ

● ગુજરાતના 3.41 કરોડ લોકોને મળશે લાભ

અમદાવાદઃ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત દર મહિને પાંચ કિલો અનાજ નિર્ધન વ્યક્તિઓને Free ઉપલબ્ધ કરાવાશે. તેમાં પાંચ કિલો અનાજમાં 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા પ્રતિ વ્યક્તિને અપાશે. આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓની ઓળખ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આવા લોકોમાં પરિવારનો મુખ્ય વ્યક્તિ કે જે બીમાર હોય, વિધવા અને દિવ્યાંગ, સીનીયર સીટીઝન કે શિડયુલ ટ્રાઇબ, જમીન વિહોણા ખેડૂતો, સીમાંત ખેડૂતો, ગ્રામીણ કુંભાર, લુહાર, ચર્મકાર, દરજી, કુલી, મોચી વગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે ગુજરાતમાં વધુ 15 લાખ લોકોનો આ સ્કીમ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે.
1167 કરોડ રૂપિયાના અનાજનું Free વિતરણ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વિસ્તાર જરૂર પડે કરવામાં આવે છે. જેનું કાર્ય મેં અને જૂન 2021માં પૂરી રીતે શરૂ થયું છે આ યોજના અંતર્ગત ભારત સરકારે ગુજરાત રાજ્યને 2.39 લાખ મેટ્રિક ટન ઘઉં અને 1.03 લાખ મેટ્રિક ટન ચોખા 3.41 કરોડ લોકોને Free આપ્યાનો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો દાવો છે. દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ સંઘના ક્ષેત્રમાં 2.4 લાખ નિર્ધન લોકોને 593 મેટ્રિક ટન ઘઉં અને 2096 મેટ્રિક ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે. જે માટે મેં અને જૂન 2021 દરમિયાન 1167 કરોડ રૂપિયાના અનાજનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું.

ગુજરાતમાં વધુ 15 લાખ લોકોનો આ સ્કીમ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો
આ પણ વાંચોઃ રાજ્યના 71 લાખ પરિવારને આવતીકાલથી મફતમાં અનાજ વિતરણ કરાશેગુજરાત સહિત દેશમાં 80 કરોડ લોકોને મળશે અનાજવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા મુજબ દેશમાં 80 કરોડ લોકોને નવેમ્બર 2021 સુધીમાં આ યોજના અંતર્ગત અનાજનું Free વિતરણ કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યમાં 5.98 લાખ મેટ્રિક ટન ઘઉં અને પણ 2.56 લાખ મેટ્રિક ટન ચોખા તથા દાદર અને નગર હવેલી તેમજ દીવ અને દમણમાં 1316 મેટ્રિક ટન ઘઉં અને 4599 મેટ્રિક ટન ચોખાનો સમાવેશ થાય છે. જેનો ખર્ચ લગભગ 2914 કરોડ છે જે જુલાઈ 2021 થી નવેમ્બર 2021 દરમિયાન જરૂરિયાતમંદ લોકોને વિતરિત કરવામાં આવશે
દર મહિને પાંચ કિલો અનાજ નિર્ધન વ્યક્તિઓને ઉપલબ્ધ કરાવાશે
37 હજાર ખેડૂતોને લાભફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આ માટે રાજ્ય સરકારી એજન્સીઓ દ્વારા 2021 માં શિયાળુ પાકના 433 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી છે. ગુજરાત રાજ્યમાંથી 1.7 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કરવામાં આવેલી સૌથી વધુ ખરીદી છે. પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે 120 ટકાની વધુ ખરીદી કરાઈ છે. જે અંતર્ગત 37 હજાર ખેડૂતોને લાભ થયો છે. ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ મુજબ સીધા જ બેંક ખાતામાં ચૂકવણી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ સરકારી રેશનકાર્ડ ધારકોના હકનું અનાજ બારોબાર વેચવાનું કરોડોનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું

ABOUT THE AUTHOR

...view details