રાજ્યના કાંઠા વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના - હવામાન વિભાગ
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે, આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
Ahmedabad
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર રાજ્યના કાંઠા વિસ્તારોમાં ૪૬ કી.મીથી ૬૫ કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૨૮ ટકા વરસાદ વધુ પડ્યો છે અને રાજ્યભરના જળાશયો છલકાયા છે.