રાજ્યમાં હોસ્પિટલમાં આગની ઘટનાઓ બાદ તંત્ર થયું દોડતું
AMCએ ફાયર NOC વિનાની હોસ્પિટલોનું લિસ્ટ જાહેર કર્યું
ફાયર NOCના મેળવે ત્યાં સુધી નવા દર્દીઓને દાખલ કરવાની મનાઈ
અમદાવાદ :રાજ્યમાં બનેલી બે અલગ અલગ હોસ્પિટલમાં આગ ની ઘટના બાદ કોર્ટ પોતાના તરફથી જારી આદેશમાં હોસ્પિટલોની આગામી ચાર સપ્તાહની અંદર ફાયર NOC લેવા માટે કહ્યું હતું કોર્ટનું કહેવું છે કે કોરોનાની સારવાર કરી રહેલી હોસ્પિટલોએ ફાયર NOC નથી લીધી તે તાત્કાલિક ચાર અઠવાડિયામાં ફાયર NOC લઈ લે. કોર્ટે આદેશ આપ્યો હતો કે જો ચાર સપ્તાહમાં જે હોસ્પિટલમાં ફાયર NOC ના લે. તો રાજ્ય સરકાર તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં ફાયર NOCને લઇ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે.AMCના જણાવ્યા મુજબ શહેરમાં સરકારી હોસ્પિટલ સોલા સિવિલ સહિત 287 જેટલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર NOC જ રહેલી નથી. જે લિસ્ટ કોર્પોરેશન દ્વારા જ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરની 287 હોસ્પિટલો પાસે ફાયર NOC જ નથી, સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર NOC રહેલી નથીઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જે સોલા હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેની પાસે પણ ફાયર
NOC નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટની નીચે નોંધ પણ લખવામાં આવી છે કે જેમાં લખ્યું છે શહેરની 287 હોસ્પિટલ પાસે ફાયર
NOCરહેલી નથી આવી હોસ્પિટલોને તાત્કાલિક ફાયર
NOC લેવા માટે જાણ કરવામાં આવી છે તેમ જ જ્યાં સુધી ફાયર Nocના મેળવવામાં આવે ત્યાં સુધી નવા દર્દીઓને દાખલ કરવામાં નહીં આવે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
NOC વિનાની હોસ્પિટલનું જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું
આ અંગે ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે ફાયર NOC હશે અને ફાયર સિસ્ટમ બાબતે હોસ્પિટલ્સના સ્ટાફની તાલીમ તેમ જ સિસ્ટમ કાર્યરત નહીં હોય તેને આગ લાગવાની જાનહાનિ થશે તો જે તે હોસ્પિટલ મેનેજમેન્ટ જવાબદાર ગણાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર NOC વિનાની હોસ્પિટલનું જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હોસ્પિટલો છે ખાસ કરીને એસજી હાઇવે થલતેજ ઓલા ઘાટલોડિયા અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોની લગભગ સૌથી વધુ હોસ્પિટલોનો સમાવેશ થયેલો છે જેની પાસે સાહેબ NOC જ રહેલી નથી
આ પણ વાંચો :