ગુજરાત

gujarat

ETV Bharat / city

શહેરમાં લોકોએ ડિજિટલ માધ્યમથી અધધ દંડ ભર્યા, POS મશીનથી અત્યારસુધી વસૂલાયો 28 લાખ દંડ - 28 lakh fine

દેશમાં મોટાભાગનું બધુ ડિજિટલ થઈ રહ્યું છે. ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે, ત્યારે પોલીસ પણ હવે POS મશીન દ્વારા દંડ વસુલે છે. જેને લઈને હવે દંડ ભરવામાં આનાકાની કે બહાના ઓછા થઈ ગયા છે. પોલીસને POS મશીન આપ્યાને દોઢ મહિના જેટલો સમય થયો છે, ત્યારે 28 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. હવે 45 ટકા લોકો ડિજિટલ માધ્યમ દ્વારા દંડ ભરે છે

શહેરમાં લોકોએ ડિજિટલ માધ્યમથી અધધ દંડ ભર્યા
શહેરમાં લોકોએ ડિજિટલ માધ્યમથી અધધ દંડ ભર્યા

By

Published : Aug 23, 2021, 7:59 PM IST

  • પોલીસેPOSમશીનથી અધધ 28 લાખ દંડ વસુલ્યો
  • POSમશીનથી લોકોનું પોલીસ સાથેનું ઘર્ષણ ઓછું થયું : JCP
  • POS મશીનમાં ક્યુઆર કોડનો વિકલ્પ ઉમેરાશે

અમદાવાદ: દેશમાં મોટાભાગનું બધુ ડિજિટલ થઈ રહ્યું છે, ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે. પોલીસ પણ હવે POS મશીન દ્વારા દંડ વસુલે છે. જેને લઈને હવે દંડ ભરવામાં આનાકાની કે બહાના ઓછા થઈ ગયા છે, પરંતુ હજુ પણ આધેડવયના લોકો આ ડિજિટલ માધ્યમથી દંડ ભરવામાં આનાકાની કરે છે, ત્યારે બીજી તરફ યંગસ્ટર્સ ડિજિટલ માધ્યમ દ્વારા જ દંડ ભરે છે. પોલીસને POS મશીન આપ્યાને દોઢ મહિના જેટલો સમય થયો છે, ત્યારે 28 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. હવે 45 ટકા લોકો ડિજિટલ માધ્યમ દ્વારા દંડ ભરે છે.

આ પણ વાંચો- વડોદરામાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ દસ દિવસ દંડ નહિ વસુલે

સીસીટીવી દ્વારા ઈ-મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી

અગાઉ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાને સીસીટીવી દ્વારા ઈ-મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે હવે POS મશીન દ્વારા સ્થળ પર જ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસુલે છે, ત્યારે હાલમાં 200 મશીન પોલીસને આપવામાં આવ્યા છે. જેમાંથી 135 મશીન કાર્યરત છે, ત્યારે પહેલા લોકો પૈસા નથી જેવા અવનવા બહાના બનાવીને દંડ ભરતા ન હતા, પરંતુ હવે સ્થળ પર જ પોલીસ દ્વારા દંડ વસુલવામાં આવે છે.

શહેરમાં લોકોએ ડિજિટલ માધ્યમથી અધધ દંડ ભર્યા

POS મશીનમાં ક્યૂઆર કોડ વિકલ્પનો ઉમેરો કરવામાં આવશે

હજુ પણ કેટલીક તકલીફો સામે આવી રહી છે તેને દૂર કરવા POS મશીનમાં ક્યૂઆર કોડ વિકલ્પનો ઉમેરો કરવામાં આવશે. જેથી કરીને દંડ સરળતાથી ભરી શકાય. આ ઉપરાંત પોલીસ સાથેના જે ઘર્ષણો થતા હતા તે હવે ઓછા જોવા મળે છે.

અત્યારસુધી 27,47,700 નો દંડ વસુલ કરવામાં આવ્યો

POS મશીન દ્વારા અત્યારસુધી 27,47,700 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. POS મશીનની સપેક્ષમાં 59, 74, 400 દંડ વસુલવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે, માત્ર હજુ 45 ટકા લોકો જ POS મશીન દ્વારા દંડ ભરે છે, ત્યારે છેલ્લા એક વર્ષમાં 5 કરોડથી પણ વધુ દંડ લોકોએ મોબાઈલ એપથી ભર્યો છે. ત્યારે યંગસ્ટર્સ ડિજિટલ માધ્યમને આવકારી રહ્યા છે, પરંતુ બીજી તરફ મોટી ઉંમરના લોકો તેની નકારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો- લો બોલો, બાઇક મોરબીમાં અને મેમો આવ્યો રાજકોટથી...

POS મશીનથી લોકોના ટ્રાફિક પોલીસ સાથેના ઘર્ષણો ઓછા થયા છે

POS મશીનથી શહેરમાં લોકોના ટ્રાફિક પોલીસ સાથેના ઘર્ષણો ઓછા થયા છે, ત્યારે જો કોઈ વ્યક્તિએ નિયમ નથી તોડ્યો એવી વાત કરે તો POS મશીનની પાછળ એક કેમેરો પણ છે તેનાથી તેનો ફોટો પાડવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિ દંડ ભરવામાં આનાકાની કરે તો તેને તુરંત જ ફોટો બતાવીને સ્થળ પર જ દંડ ભરાવવામાં આવે છે. એટલે POS મશીનથી સારી કામગીરી થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details